અમદાવાદ : રાજ્યમાં વરસાદની સીઝન શરૂ થતાં જ અવારનવાર સાપ અને વન્ય જીવો નીકળવાની ઘટના બનતી હોય છે. ત્યારે ચોમાસુ ચાલુ થતાની સાથે આઠ ફુટ લાંબો મહાકાય અજગરનું રેસ્કયૂ એનીમલ લાઈફ કેરના વિજય ડાભીએ સાણંદ નળ સરોવર રોડથી કર્યું છે. સાણંદ નળ સરોવર રોડ પર માણકોલ ગામ પાસેથી રણજીત સોલંકીનો કોલ આવ્યો તેમણે સંસ્થાને જણાવ્યું કે, એક આઠ ફુટ લાંબા મહાકાય અજગર ખેતરમાં આવી ગયો છે. નાના બાળકો તથા મજૂરો ડરી ગયા છે. વિજય ડાભી તથા તેમની ટીમ સ્થળ પર પહોંચી આઠ ફુટ લાંબા અજગરનું રેસ્કયૂ ઓપરેશન હાથ ધરી બચાવી લેવામાં આવ્યો હતો. તથા ગામ લોકોને અજગર પ્રત્યેનો ભય દૂર થયો હતો.
અમદાવાદ: સાણંદમાં મહાકાય અજગર મળી આવતા ગામલોકોમાં ભયનો માહોલ - અમદાવાદ
સાણંદના નળસરોવર રોડ પરના માણકોલ ગામમાંથી ખેડૂત રણજીત સોલંકીનો કોલ આવ્યો. તેમણે કહ્યું કે, અમારા ખેતરમાં એક મોટો અજગર ઘૂસી આવ્યો છે મજૂરો અને બાળકો ખૂબ જ ડરી ગયા છે. એનિમલ લાઈફ કેર સંસ્થાને કોલ મળતા જ વિજય ડાભી અને તેમની ટીમ તુરંત માણકોલ ગામ પહોંચી. જ્યાં તેમણે આ અજગરનું રેસ્ક્યૂ કરી જંગલખાતાને સોંપી દીધો હતો.