અમદાવાદ : છારોડી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનું જીવન ચરિત્ર પર આધારિત પુસ્તક ધર્મજીવન ગાથાનું (Dharma Jivan Gatha Book) વિમોચન કરવામાં આવ્યું છે. આ ભાવ વંદના કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી અને ગુજરાતના મુખ્ય પ્રધાને ખાસ હાજરી આપી હતી.
આઠ વર્ષની બાદ પુસ્તક - પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રી મહારાજના મહાન કાર્યો અને ચિરકાળ પર્યંત હજારો મુમુક્ષુઓ અને સજ્જનોની માટે માર્ગદર્શક બની રહે. તેથી પરમ પૂજ્ય ગુરુજી શાસ્ત્રીજી મહારાજના મુખ્ય શિષ્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ આઠ વર્ષની મહેનત બાદ ગુરુદેવ મહારાજના ધર્મજીવન ગાથાનું (Book on Shastriji Maharaj) પુસ્તક 56 ભાગ અને 4000 જેટલા પેજમાં લખવામાં આવ્યું છે.
108 કમળમાં મૂકીને પુસ્તકનું વિમોચન કર્યું - સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આવેલા સાધુ સંતો અને ગુજરાતના મુખ્યપ્રધાન દ્વારા એક સાથે 108 કમળમાં આ પુસ્તક મૂકીને પુસ્તકનું વિમોચન (Release of book at Chharodi Gurukul) કરવામાં આવ્યું હતું. સાથે સાથે પુસ્તકની પ્રથમ કોપી ગુજરાતના મુખ્યપ્રધાન ઉપેન્દ્ર પટેલને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.
આ પણ વાંચો : Youngest Author Of Ahmedabad : પોતાના લેખન કૌશલ્યમાં જુસ્સાભેર જાન પીરસતી 'જાનુષી'
"સ્વદેશી વસ્તુ વાપરવાનો આગ્રહ કરવામાં આવે" - વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી (PM Modi joins Chharodi Gurukul) જોડાઈને જણાવ્યું હતું કે, શાસ્ત્રીજી મહારાજે કર્તવ્ય કરતા શીખવાડ્યું છે. આ પુસ્તક દ્વારા આપણે એવો અનુભવ કરી શકીશું કે શાસ્ત્રીજી મહારાજ આપણી સાથે જ છે. આ આપણેને પુસ્તક સાહિત્ય સ્વરૂપે અનમોલ ભેટ મળી છે. શાસ્ત્રીજી મહારાજે વાત કરી હતી કે "દરેક સમાજને સાથે રાખીને ચાલો" તેનો અમે અમલ કરીએ છીએ. સ્વામીનારાયણ ગુરુકુળના મહંતને વિનંતી કરી હતી ગુરુકુળમાંથી અત્યાર સુધી જેટલા બાળકો ભણીને ગયા છે તે લોકોને સ્વદેશી વસ્તુનો વાપરવાનો આગ્રહ કરે તેવી અપીલ કરી હતી.
"પુસ્તક વિમોચન થતાં જ અનેક રેકોર્ડ નોંધાયા" - શાસ્ત્રીજી મહારાજનો જીવન ચરિત પર આધારિત ધર્મ જીવન ગાથાનું પુસ્તક વિમોચન (Chharodi Swaminarayan Gurukul) થતાં જ અનેક રેકોર્ડ પોતાને પોતાના નામે કર્યા હતા. જેમાં વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાએ આ બુક લાર્જેસ્ટ બાયોગ્રાફી બુક એસાઇન્ટ, આ પુસ્તક વિમોચનમાં આટલી મોટી સંખ્યા પ્રથમ વખત જોવા મળી છે. જેની નોંધ ગોલ્ડ બુક ઓફ રેકોર્ડ, 108 જેટલા સંતો એક જ સ્ટેજ પર હોય અને એક સાથે 108 લોકો વિમોચન કરે તે રેકોર્ડ લિમ્કા બુક અને યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે.
આ પણ વાંચો : Organized at Gujarat University : ડિજિટલ યુગમાં પુસ્તક વાંચનને પ્રોત્સાહન આપવા ફિક્કી મહિલા પાંખનો અનોખો પ્રયાસ
"વિદેશમાં વસતા ભક્તો ઓનલાઈન જોડાયા હતા" - આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં 500થી વધુ સંતો દેશ વિદેશથી 25 હજાર જેટલા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અને જે અમેરીકા, લંડન, કેનેડા જેવા દેશોમાં રહે છે. તે ઓનલાઈન (Biography of Shastriji Maharaj) આ પુસ્તક વિમોચનમાં જોડાયા હતા.