ETV Bharat / state

જૂનાગઢ પાકિસ્તાનમાં હોવાના દાવાને લઈ કોંગ્રેસ પ્રવક્તાએ સરકાર પર સાધ્યું નિશાન, મોદી સરકાર એપ એપ રમે: મનીષ દોશી - slammed

ભારત અને નેપાળની વચ્ચે સરહદ વિવાદ થયા બાદ જે રીતે નેપાળ સરકારે કોઈ પણ વાતચીત વગર પોતાના દેશનો નકશો જાહેર કરીને ભારત સાથેના વિવાદાસ્પદ વિસ્તારોને પોતાના ગણાવ્યા, તેજ રીતે નાપાક પાકિસ્તાને પણ હવે તેની પાલેથી શિખવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને મંગળવારનાં એક બેઠક દરમિયાન પાકિસ્તાનનો નવો નકશો લાગુ કરી દીધો છે અને તેમાં લદ્દાખ, જમ્મુ-કાશ્મીરનાં સિયાચિન સહિત ગુજરાતના જૂનાગઢ અને માણાવદર પર પોતાનો દાવો કર્યો છે.

કોંગ્રેસ પ્રવક્તાએ સરકાર પર સાધ્યું નિશાન

author img

By

Published : Aug 5, 2020, 4:24 AM IST

અમદાવાદ: ભારત અને નેપાળની વચ્ચે સરહદ વિવાદ સર્જાયા બાદ જે રીતે નેપાળ સરકારે કોઇ મંત્રણા વગર પોતાના દેશનો નવો નકશો જાહેર કરી વિવાદિત વિસ્તારને પોતાનો દેખાડ્યો છે, હવે પાકિસ્તાને પણ આવી જ નફટ્ટાઇ કરી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આજે મંગળવારે એક બેઠક દરમિયાન પાકિસ્તાનનો નવો નકશો જારી કર્યો છે. જેમાં લદ્દાખ, જમ્મુ-કાશ્મિરના સિયાચિન સહિત ગુજરાતના જૂનાગઢ અને માણાવગર ઉપર પોતાનો દાવો કર્યો છે. પાકિસ્તાનનું આ પગલું 5 ઓગસ્ટને ધ્યાનમાં રાખીને ઉઠાવ્યો છે. જેમાં જમ્મુ-કાશ્મિરમાંથી ભારત સરકારે કલમ-370 નાબૂદ કર્યાના એક વર્ષ પૂર્ણ થશે. તો બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રવક્તાએ પણ સરકાર પર આક્ષેપ કર્યા છે.

કોંગ્રેસ પ્રવક્તાએ સરકાર પર સાધ્યું નિશાન
જોકે પાકિસ્તાને નકશામાં કરેલી અવળ ચંડાઈ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપતા જણાવ્યું કે પાકિસ્તાન આવા કૃત્ય કરવા માટે વિશ્વમાં પંકાયેલું છે. નેપાળ બાદ પાકિસ્તાન બીજો પાડોશી દેશ છે જેણે આવું કૃત્ય કર્યું છે. કેન્દ્રની મોદી સરકાર પાડોશી દેશો સાથે સંબંધ સુધારે કારણ કે ચાઇના જમીનમાં અને આ બંને દેશ નકશામાં ઘૂસણખોરી કરે છે. નેપાળ-ચાઈના-પાકિસ્તાન મેપ સાથે ચેડા કરે છે તો બીજી તરફ ભારતની મોદી સરકાર એપ-એપ રમે છે. 56 ઇંચની છાતીની જાહેરાત નહીં હકીકતમાં કામ કરી બતાવે સરકાર તેવા ગંભીર આક્ષેપો સરકાર પર કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.