- નળ સરોવર પક્ષી અભ્યારણના રેન્જના સ્ટાફે નાકાબંધી કરી
- પ્લાસ્ટિકની થેલીમાં પાંચ જીવીત પક્ષીઓ મળી આવ્યા હતા
- મૃત પક્ષીઓને પીએમ માટે બોડકદેવની પશુ-પંખી હોસ્પિટલમાં મોકલાયા
અમદાવાદઃ શિયાળો શરૂ થતા નળ સરોવર પક્ષી અભ્યારણમાં દેશવિદેશના અનેક પક્ષીઓ આવતા હોય છે. તેની સાથે જ અભ્યારણના આસપાસના ગામોમાંથી કેટલાક શિકારીઓ પક્ષીના વેચાણ માટે શિકાર કરતા હોય છે. પક્ષી અભ્યારણ નળસરોવર રેન્જ સ્ટાફે નાકાબંધી અને પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ શખસ જણાતા તેને અટકાવી પૂછપરછ કરી હતી. અને તેની તપાસ કરતા પ્લાસ્ટિકની થેલીમાં 16 પક્ષી મળી આવ્યા હતા, જેમાં 11 મૃત પક્ષી અને 5 જીવીત પક્ષી મળ્યા હતા. જીવંત પશુઓને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા હતા.
શખસને પૂછપરછ અને તપાસ કરાતા પ્લાસ્ટિકના થેલામાંથી 16 પક્ષી મળ્યા
પકડાયેલો શખસ રાજેશ રામસંગભાઈ ભૂવાત્રા નળકાંઠાના શિયાળ ગામનો વતની છે, જેની સામે વન્યજીવ અધિનિયમ-1972 હેઠળ શિકારનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. શંકાસ્પદ શખસની તપાસ કરાતા પ્લાસ્ટિકના થેલામાંથી 16 પક્ષી મળ્યા હતા આવ્યા હતા તેમાં અગીયાર પક્ષી મૃત હતા અને પાંચ પક્ષીઓ જીવિત હતા તેમને જીવિત પક્ષીઓને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવેલ છે અને પકડાયેલ ઈસમ પર શિકાર નો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.