અમદાવાદ: શહેરમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઇ ગઇ હોવા છતાં પ્રિમોન્સૂન પ્લાન ખોવાઈ ગયેલો નજરે પડે છે. અમદાવાદમાં બે દિવસથી વરસાદી ઝાપટા પડે છે. મહત્વનું છે કે, સામાન્ય વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે, ત્યારે જો ભારે વરસાદ પડે તો રસ્તાના હાલ જ બેહાલ થઈ જાય તેવી પરિસ્થિતિ છે.
સામાન્ય વરસાદ બાદ પડેલા ભુવાને પૂરવાની કામગીરી ન થતા વાહન ચાલકોએ પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો. જેમાં નહેરુનગરથી ધરણીધર ચારરસ્તા તરફ જવાના રસ્તે ભૂવો પડ્યો હતો. જેથી ત્યાં બેરિકેટ લગાવી દેવામાં આવ્યા હતા. તેમજ એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.