અમદાવાદઃ અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યા મુજબ 17 દિવસના લોકડાઉન દરમિયાન ભંગ કરનાર સામે 2190 ગુના નોંધી 6245 લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યાં છે.589 વાહનો જપ્ત કરવામાં આવ્યાં છે અને 6,49,000ની કિંમતનો દંડ વસૂલવામાં આવ્યો છે. 25 ડ્રોન દ્વારા પણ ગુણ નોંધી 139 લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ શહેરમાં કુલ 1974 લોકોને હોમ કોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યાં છે.
અમદાવાદમાં 99 ટકા બિનજરૂરી વાહનો ફરતાં બંધ થયાં, 6,49,000નો દંડ ભરાયો
લૉક ડાઉનમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે લોકડાઉનનો ભંગ કરનાર વિરુદ્ધ પણ પોલીસે કાર્યવાહી કરી છે. અનેક લોકો સામે ફરિયાદ નોંધી અટકાયત કરી છે. શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે અમદાવાદમાં 99.99ટકા બિનજરૂરી વાહનો ફરતાં બંધ થયાં છે.