અમદાવાદમાં 350થી વધુ હોટલ માલિકોએ OYO નામની ઓનલાઈન સંસ્થાનો વિરોધ કર્યો હતો. આ સંસ્થા દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન એપ અલગ અલગ ચાર્જના નામે હોટલ માલિકો તથા ગ્રાહકો પાસેથી પૈસા વસુલતા હોવાની હોટલ માલિકોએ ફરિયાદ કરી છે. તો બીજી તરફ હોટલ માલિકોએ OYOને ફરિયાદ કરતા યોગ્ય જવાબ પણ મળતો ન હતો. જેથી તેના વિરોધમાં હોટલ માલિકો ઓનલાઇન એપ્લિકેશનના સંચાલક સાથે વાટાઘાટો કરશે.
ઉલ્લેખનીય છે કે, OYO તરફથી જે પ્રમાણે પ્રતિસાદ મળે છે તેને લઈને ગુજરાતના 850 હોટલ માલિકોએ બાંયો ચઢાવી છે. ખોટી રીતે વસુલેલા પૈસા પરત લેવા સોમવારે હોટલ માલિકો રજુઆત કરશે અને જો આ મામલે નિકાલ નહી આવે તે, OYO વિરુદ્ધ હાઇકોર્ટમાં જવાની ચીમકી પણ હોટેલ માલિકોએ ઉચ્ચારી છે.