ETV Bharat / state

પોષણ માસ અભિયાન હેઠળ વિવિધ હરિફાઇમાં સાણંદ તાલુકાના 79 ગામોની 800 બહેનોએ ભાગ લીધો

દર વર્ષે સપ્ટેમ્બર માસને રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ રાજય સરકાર દ્વારા ગુજરાતમાં કુપોષણમાં ઘટાડો થાય તેમજ સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવતી કાલનું ભવિષ્ય બને તે માટે ‘પોષણ માસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત પોષણ માસ અભિયાન હેઠળ વિવિધ હરિફાઇ યોજવામાં આવે છે. જેમાં અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના 79 ગામોની 800 બહેનોએ ભાગ લીધો હતો.

પોષણ માસ અભિયાન
પોષણ માસ અભિયાન
author img

By

Published : Sep 17, 2020, 4:41 AM IST

અમદાવાદ : ભારત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય દ્વારા પોષણ માસની ઉજવણીના ભાગરૂપે સપ્ટેમ્બર મહિનાને રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગના માધ્યમથી માતા અને બાળકોના સુપોષણની વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.

પોષણ માસ અભિયાન
આ કાર્યક્રમમાં સ્પર્ધકો વાનગીઓ અને કઠોળ, શાકભાજી તથા ફળમાથી તૈયાર કરેલા સલાડ બનાવીને લાવ્યા

પોષણ માસમાં આ 5 મુખ્ય બાબતો પર ભાર મૂકવામાં આવશે

  • બાળકના પ્રથમ 1000 દિવસ
  • એનેમિયા
  • ઝાડા નિયંત્રણ
  • હેન્‍ડ વોશ અને સેનિટાઈઝેશન
  • પૌષ્ટિક આહાર

આ અંતર્ગત અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં પોષણ માસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ હાલ કોરોના મહામારીને કારણે આ માસની ઉજવણી સોશિયલ મીડિયાના માધ્યમથી અને આંગણવાડી કાર્યકરો દ્વારા ઘરે ઘરે જઈને પોષણનો સંદેશ આપીને કરવામાં આવી રહી છે.

પોષણ માસ અભિયાન
આંગણવાડી કેન્દ્ર ખાતે કિશોરીઓ માટે પોષણયુકત વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

પોષણ માસની ઉજવણી અંતર્ગત સાણંદ તાલુકા ઘટક-2ની 79 ગામની આંગણવાડીઓમાં પોષણયુકત આહાર અને વાનગી હરિફાઇનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાના કલાણા, બકરાણા, શિયાવાડા અને માણકોલ ગામ સ્થિત આંગણવાડી કેન્દ્ર ખાતે કિશોરીઓ માટે પોષણયુકત વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક કેન્દ્ર દીઠ 10થી 15 બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર તાલુકાની અંદાજે 800થી વધુ બહેનોએ પોષણ અભિયાનમાં ભાગ લઇને માર્ગદર્શન મેળવ્યું હતુ.

પોષણ માસ અભિયાન
આ કાર્યક્રમમાં કિશોરીઓ અને માતાઓએ અવનવી વાનગીઓ અને કઠોળ, શાકભાજી તથા ફળમાથી તૈયાર કરેલા સલાડ પોતાના ઘરેથી જ બનાવીને આંગણવાડી કેન્દ્ર ખાતે લાવ્યા

આ કાર્યક્રમમાં કિશોરીઓ અને માતાઓએ અવનવી વાનગીઓ અને કઠોળ, શાકભાજી તથા ફળમાથી તૈયાર કરેલા સલાડ પોતાના ઘરેથી જ બનાવીને આંગણવાડી કેન્દ્ર ખાતે લાવ્યા હતા. કુપોષિત બાળકો ધરાવતા કુટુંબો અને હાલ જે બહેનની હાઇરિસ્ક પ્રેગન્ન્સી હોય તેવા કુટુંબોની મુલાકાત લઇને શું શું કાળજી લેવી જોઇએ તે અંગેના વિવિધ સ્લોગન લખીને તોરણ બનાવવામાં આવ્યા હતા. આ તોરણ આંગણવાડીના બહેનોએ દદુકા અને જાંપ ગામમાં જઇને આવા પરિવારોના ઘરે લગાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝરનો ઉપયોગ તથા ફરિજીયાત માસ્કના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે સાણંદના CDPO હિરલ શેઠ દ્વારા જનજાગ્રુતિના ભાગરૂપે આંગણવાડીની વિવિધ સેવાઓ અને પોષણ અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતુ.

પોષણ માસ અભિયાન
સમગ્ર તાલુકાની અંદાજે 800થી વધુ બહેનોએ પોષણ અભિયાનમાં ભાગ લઇને માર્ગદર્શન મેળવ્યું

ઉલ્લેખનીય છે કે, ત્રીજા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી સપ્ટેમ્બર 2020માં કરવામાં આવી રહી છે. દર વર્ષે પોષણ માસની ઉજવણી (સર્વાંગી પોષણ માટે વડાપ્રધાનની મહત્વની યોજના) પોષણ અભિયાન હેઠળ કરવામાં આવે છે. જેનો પ્રારંભ 2018માં કરવામાં આવ્યો હતો. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને પોષણ અભિયાન માટે નોડલ મંત્રાલય નિયુક્ત કરવામાં આવ્યું છે. જેમના દ્વારા સહભાગી મંત્રાલયો અને વિભાગો સાથે મળી, રાષ્ટ્રીય, રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશ સ્તરે, જિલ્લા અને તદ્દન પાયાના સ્તરે આ ઉજવણી કરવામાં આવે છે. પોષણ માસની ઉજવણી કરવા પાછળ નાના બાળકો અને મહિલાઓમાં કુપોષણની સમસ્યાને દૂર કરવા માટે જન આંદોલનનું નિર્માણ કરવા માટે જન ભાગીદારીને પ્રોત્સાહન આપવાનું છે. જેથી દરેક વ્યક્તિ માટે આરોગ્ય અને પોષણ સુનિશ્ચિત થઇ શકે.

દેશમાં પ્રવર્તમાન કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહિલા અને બાળ વિકાસ વિભાગ તમામ હિતધારકોને પોષણ માસની ઉજવણી કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યું છે. સોશિયલ મીડિયા, પોડકાસ્ટ્સ અને ઇ-સંવાદ વગેરેનો ઉપયોગ કરીને આપણા જીવનમાં પોષણના મહત્વ અંગેની મહત્વપૂર્ણ માહિતીનો લોકો સુધી પ્રસાર કરવામાં આવશે. મંત્રાલય દ્વારા વેબિનાર શ્રેણીઓનું પણ આયોજન કરવામાં આવશે જેમાં નિષ્ણાતો અને આરોગ્ય વ્યાવસાયિકો, મહિલાઓ અને બાળકોના આરોગ્ય તેમજ પોષણના મહત્વપૂર્ણ પાસાઓ પર પ્રકાશ પાડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.