અમદાવાદઃ સમગ્ર દેશમાં કોરોનાની મહામારીને લઈને 25 માર્ચથી લોકડાઉન અમલમાં આવ્યું હતું, ત્યારે અમદાવાદમાં પણ લોકડાઉનનો સખ્તાઈ પૂર્વક અમલ થયો હતો. 25 માર્ચ બાદ એટલે કે, લોકડાઉન થયા બાદથી AMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી નહોતી. આ બેઠક દાણાપીઠ ખાતે કોર્પોરેશનની મુખ્ય કચેરીને બદલે રિવરફ્રન્ટ હાઉસ ખાતે મળશે. ચોમાસુ આવી રહ્યું છે અને અમદાવાદમાં પાણી ભરાવવાની સમસ્યા કાયમી છે, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પ્રિમોન્સુન કામગીરીને લઈને ચર્ચા વિચારણા થઇ હતી.
મહત્વનું છે કે, આ બેઠકમાં મેયર બીજલ પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ ભટ્ટ, ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા સહિતના સભ્યો હાજર હતા, પરંતુ સભ્યો સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરવામાં આવી હતી. તો બીજી બાજુ કોર્પોરેશન દ્વારા કરુણાના આંકડાઓ આપવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. તેના અંગે પણ પ્રશ્નો પૂછવામાં આપ્યા હતા,પરંતુ બધી કામગીરી આરોગ્યતંત્ર સંભાળી રહી છે. તેવુ જાણવા મળ્યું હતું.