ETV Bharat / state

રાજ્યમાં 2 વર્ષમાં ગૌમાંસનો 65,237 કિલોગ્રામ જથ્થો ઝડપાયો

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા મુખ્યપ્રધાનને વિધાનસભા ગૃહમાં ગૌમાંસ અને ગૌવંશ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નોનો સરકારે જવાબ આપ્યો હતો. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

ગૌમાંસની વિગત
ગૌમાંસની વિગત
author img

By

Published : Mar 3, 2021, 4:14 PM IST

  • વિધાનસભામાં ગૌમાંસ અને ગૌવંશ મુદ્દે ચોંકાવનારા આંકડા આવ્યા સામે
  • ગત બે વર્ષમાં 65237.7 કિલો ગૌમાંસનો જથ્થો પકડાયો
  • ગૌમાંસ અને ગૌવંશ હેરાફેરીમાં સંડોવાયેલા 132 આરોપીઓની ધરપકડ બાકી

ગાંધીનગર : રાજ્યમાં ગૌવંશના જતનની વાતો કરનારી રાજ્ય સરકારના શાસનમાં બે વર્ષમાં ગેરકાયદેસર કતલ કરવામાં આવેલા 65237.7 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપાયો છે. ગેરકાયદેસર ગૌવંશની કતલ કરવા માટે કે હેરાફેરી કરતાં 2,223 ગાય, 800 બળદ, 1,485 વાછરડા અને 219 આખલાને પકડવામાં આવ્યા છે. આ ગુનાઓમાં સંડોવાયેલા 132 આરોપીઓની ધરપકડ પણ કરવાની બાકી છે.

ભાજપ સરકારના શાસનમાં દૈનિક હજારો ગાયોની ગેરકાયદેસર કતલ થાય છે

કોંગ્રેસે સવાલ પૂછ્યો હતો કે, રાજ્યની ઝાંબાજ પોલીસ ગૌવંશની ગેરકાયદેસર કતલ અને હેરફેર કરતા આરોપીઓને પકડી શકતી નથી કે, પકડતા કોણ રોકે છે? આ તો પકડવામાં આવેલા ગૌમાંસ અને ગૌવંશની વિગતો સામે આવી છે, બાકી ભાજપ સરકારના શાસનમાં દૈનિક હજારો ગાયોની ગેરકાયદેસર કતલ થાય છે.

ગૌમાંસની વિગત
રાજ્યમાં 2 વર્ષમાં ગૌમાંસનો 65,237 કિલોગ્રામ જથ્થો ઝડપાયો

ગત બે વર્ષ અમદાવાદમાંથી 9,835 કિલોગ્રામ ગૌમાંસનો જથ્થો પકડાયો

રાજ્યમાં સુરતમાં ગત બે વર્ષમાં સૌથી વધુ 31,352 કિલોગ્રામ ગૌમાંસનો જથ્થો પકડાયો છે. અમદાવાદમાં પણ 9,835 કિલોગ્રામ ગૌમાંસનો જથ્થો પકડાયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હોમ ગ્રાઉન્ડ ગણાતા રાજકોટમાં પણ ગૌમાંસનો 2,649 કિલોગ્રામ જથ્થો પકડાયો છે. જે રાજ્યમાં સુરત-અમદાવાદ બાદ ત્રીજા નંબર પર છે.

રાજ્યના 8 જિલ્લામાં ગૌમાંસનો જથ્થો નથી પકડાયો

રાજ્યમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પોરબંદર, જામનગર, મોરબી, નર્મદા અને બોટાદમાં ગૌમાંસનો એક પણ જથ્થો પકડાયો નથી. જ્યારે ડાંગમાં 3 કિલો જથ્થો પકડવામાં આવ્યો છે. સૌથી વધુ ગૌમાંસનો જથ્થો પકડાયો હોય તેવા જિલ્લાની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ ગૌમાંસનો જથ્થો પકડવામાં આવ્યો છે. તે બાદ અમદાવાદ-રાજકોટ અને વડોદરા-ગીર સોમનાથમાં પણ 2,204 કિલોગ્રામ ગૌમાંસનો જથ્થો પકડાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.