અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા દ્વારા અમદાવાદ મંડળ ના 6 રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન પરિચાલનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યા હતા. આ રેલવે કર્મચારીઓને ફરજ દરમિયાન તેમની સતર્કતા અને તકેદારીના કારણે અનિચ્છનીય ઘટનાઓને અટકાવવામાં તેમના યોગદાન બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.
મનોહર રામ પોઈન્ટ્સ મેન-મુન્દ્રાપોર્ટ, દીપક કુમાર સિંહ ટ્રેન મેનેજર-ગાંધીધામ, લવકેશ મીના ટ્રેન મેનેજર-ગાંધીધામ, નિર્ભય કુમાર શર્મા સ્ટેશન માસ્ટર-ગોરઘુમા, રાજેન્દ્ર પ્રસાદ સ્ટેશન માસ્ટર-જકસી અને મંજૂર આલમ પોઈન્ટ્સ મેન-ચાંદલોડિયાનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. તમામ સમ્માનિત કર્મચારીઓએ રેલવે સંરક્ષામાં કોઈ ખામી જણાતાં તરત જ યોગ્ય પગલાં લઈને સંભવિત નુકસાનથી બચાવ્યા છે.
મંડળ રેલ પ્રબંધક સુધીર કુમાર શર્માએ આ સતર્ક રેલવે સંરક્ષા રક્ષકોને પ્રોત્સાહિત કર્યા અને જણાવ્યું હતું કે મુસાફરોની સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને જ્યારે રેલવે કર્મચારીઓ તેમની ફરજ દરમિયાન સતર્કતા અને તકેદારી સાથે કામ કરે છે તેથી અમને સુરક્ષિત ટ્રેનના કામમાં મદદ મળે છે. અમને આ રેલવે કર્મચારીઓ પર ગર્વ છે.