અમદાવાદઃ ધન્વંતરી રથમાં ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ અને ટેસ્ટિંગ કીટ સહિતની તમામ વસ્તુઓ ઉપલબ્ધ હોય છે. જેના દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવે છે. જે મહત્વ કોટવિસ્તારમાં તપાસ હાથ ધરે છે. અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, ફ્રન્ટલાઈન વોરીયર્સ કોરોનાનો શિકાર બનશે તો તેઓને હોસ્પિટલમાં નહીં પરંતુ સારી હોટલમાં સારવાર આપવામાં આવશે.
આ રથ દ્વારા મેડિકલ સર્વિસ પણ પુરી પાડવામાં આવી છે. આ ઉપરાંત જો દર્દી ધન્વંતરી રથ સુધી પહોંચવામાં સક્ષમ ન હોય તો 104 કોલનો ઉપયોગ કરવા અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ અપીલ કરી.