અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેક ઇન ઇન્ડિયાના નેજા હેઠળ તૈયાર થયેલી 50 જેટલી ઇલેક્ટ્રિક બસનું ઉદઘાટન મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ મુદ્દે વાતચીત કરતા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હવે ઇલેક્ટ્રિક બાઈસીકલનું કોન્સર્ટ પણ અમદાવાદમાં જોવા મળશે. ગુજરાત વિકાસનો પર્યાય બન્યું છે, ત્યારે કાંકરિયા કાર્નિવલથી 1050 કરોડ રૂપિયાના વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
કાંકરિયા કાર્નિવલ વિશે વાતચીત કરતા રૂપાણીએ જણાવ્યું હતું કે, કાંકરિયા કાર્નિવલ છેલ્લા દસ વર્ષથી ઉજવવામાં આવી રહ્યું છે. સાંસ્કૃતિક કાર્યક્રમો, બાળકોને ગમે તેઓ વિશિષ્ટ પ્રકારના રંગબેરંગી લાઈટથી શણગારવામાં આવે છે. અમદાવાદીઓ તેમની વાર્ષિક ઉત્સવને માણી શકે એના માટે કોર્પોરેશન દ્વારા દર વર્ષે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.