અમદાવાદ: જિલ્લાના ચાંગોદર જીઆઇડીસી વિસ્તારમાં રાતના સમયે 1000 કિલો કાજુની(5 people who came with a car stole cashew nuts ) ચોરી કરનાર ગેંગની પોલીસે ધરપકડ કરી છે. મહત્વનું છે કે ચાંગોદર જીઆઇડીસીમાં આવેલી નેચરલ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કાજુની ફેક્ટરીમાંથી 6.30 લાખની કિંમતના 1000 કિલો કાજુના જથ્થાની ચોરીની ઘટના બની હતી, જે મામલે પોલીસે તપાસ કરતા સીસીટીવી ફૂટેજમાં કાર લઈને આવેલા પાંચ અજાણ્યા ઇસમો કેદ થયા હતા.
કાજુનો સ્ટોક આશરે 1000 કિલો: આ મામલે કંપનીના કર્મચારી આફ્રિદી ઉર્ફે શાહીદે કંપનીના મેનેજરને 23 ડિસેમ્બરે ફોન કરીને જાણ કરી હતી કે તેઓની કંપનીનું તાળું તૂટેલું છે. કંપનીના માલિકે ફેક્ટરીએ પહોંચીને કંપનીમાં તપાસ કરતાં કાજુનો સ્ટોક આશરે 1000 કિલો ચોરી થયો હોવાનું ધ્યાનમાં આવતા તેઓએ ફેક્ટરીના સીસીટીવી ફૂટેજ તપાસ કરતા તેમાં ચોરી કરવા આવેલી ટોળકી કેદ થઈ હતી.
આ પણ વાંચો: રાયપુરના ઘરોમાં શર્મનાક હરકત પ્લેબોયના નામની સ્લિપ ફેંકવામાં આવી
આરોપીની ધરપકડ: આ સમગ્ર મામલે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ચોરીની (Ahmedabad cashew nuts)ફરિયાદ નોંધાતા પોલીસે ગુનામાં સામેલ કાયદાના સંઘર્ષમાં આવતા કિશોર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આ મામલે ચાંગોદર પોલીસે ધાંગધ્રા સુરેન્દ્રનગરના મયુર ઉર્ફે મોઈન વાઢેર તેમજ રાજકોટના માધવ રાણવા નામના આરોપીની ધરપકડ કરી અને કાયદાના સંઘર્ષમાં આવતા એક કિશોરની અટકાયત કરી હતી. પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપીઓ દિવસ દરમિયાન રેકી કરીને વિસ્તાર પ્રમાણે પોતાનું નામ બદલી તેમ જ મૂળ રહેઠાણ છુપાવી વાહન તથા રાત્રિના સમયે ચોરી કરતા હતા.
રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ: આ મામલે ઝડપાયેલા આરોપીઓ સામે ધાંગધ્રા, સુરેન્દ્રનગર તેમજ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓ નોંધાયા હોય પોલીસે આરોપીઓ પાસેથી 1000 કિલો કાજુ તેમજ એક બોલેરો પીકપ ગાડી સહિત કુલ 13,00,000નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી છે. આ અંગે ચાંગોદર પોલીસ સ્ટેશનના પી.આઈ એન.એન પારગીએ etv ભારત સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જોકે તેઓની વધુ તપાસ અને પૂછપરછ માટે રિમાન્ડ મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે