ETV Bharat / state

લાબું જીવન જીવવાની આશા ગુમાવી ચૂકેલા 29 વર્ષના યુવાનને ખેડાના 42 વર્ષીય બ્રેઇનડેડ વ્યક્તિ બન્યા ભગવાન સ્વરૂપ - અમદાવાદ સિવિલ હોસ્પિટલ

કહેવત છે કે ગરીબનો બેલી ભગવાન હોય છે. આપણે ડૉકટરને ભગવાનનું સ્વરૂપ માનીયે છે તે વાત સાચી, પણ ભાવનગરના ગરીબ પરિવારના યુવાનને ખૂબ સાવ નજીવા દરે હ્દયનું દાન (Braindead Patient from Kheda donate heart) મળ્યું અને જીવન (Braindead Patient from Kheda) બચી ગયું. આવો જાણીએ શું છે કહાની?

લાબું જીવન જીવવાની આશા ગુમાવી ચૂકેલા 29 વર્ષના યુવાનને ખેડાના 42 વર્ષીય બ્રેઇનડેડ વ્યક્તિ બન્યા ભગવાન સ્વરૂપ

author img

By

Published : Oct 31, 2022, 4:13 PM IST

અમદાવાદ ખેતમજૂરી કરતા વ્યક્તિનું હૃદય બંધ થવાની કગાર પર હતું, હૃદયને ઘબકતું રાખવા સાત વર્ષથી સંધર્ષ કરતા આ વ્યક્તિને અનેક વખત હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. શ્વાસ રૂંધાવો, વારંવાર બેચેની થવી જેવી સમસ્યાઓ જીવનનો નિત્યક્રમ બની ગઇ હતો. આવી સમસ્યામાંથી પસાર થતો ગરીબ વ્યક્તિ (Braindead Patient from Kheda) પ્રભુને ફક્ત આટલી જ પ્રાર્થના કરે: પ્રભુ મને તારા શરણોમાં લઇ લે. હૃદયની અતિગંભીર સમસ્યા (heart muscle disease) કે જેમાં પ્રત્યારોપણ જ એક માત્ર વિકલ્પ હોય. આ પ્રત્યારોપણની સારવાર ગરીબ પરીવાર માટે તો સ્વપ્ન સમી જ હતી અને પછી ચમત્કાર થયો હતો.

29 વર્ષનો દીકરો આ તમામ સમસ્યામાંથી સાત વર્ષથી પસાર થઇ રહ્યો હતો અને વધું જીવવાની આશા ગુમાવી ચૂક્યો હતો. ત્યાં એકાએક ગઇ કાલે તેને સિવિલ હોસ્પિટલમાંથી 40 વર્ષના રાજુભાઇ ડાભીનું હૃદય અંગદાનમાં મળ્યું.

ભાવનગરનો ડોડિયા પરિવાર ભાવનગરના ડોડિયા પરિવારનો 29 વર્ષનો દીકરો આ તમામ સમસ્યામાંથી સાત વર્ષથી પસાર થઇ રહ્યો હતો અને લાબું જીવન જીવવાની આશા ગુમાવી ચૂક્યો હતો. ત્યાં એકાએક ગઇ કાલે તેને સિવિલ હોસ્પિટલમાંથી (Heart Donation In Civil Hospital) 42 વર્ષના રાજુભાઇ ડાભીનું હૃદય (Braindead Patient from Kheda donate heart ) અંગદાનમાં મળ્યું હતું.

ખાનગી હોસ્પિટલમાં હ્રદય ટ્રાન્સપ્લાન્ટનો 25 લાખથી વધુ ખર્ચ થાય યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ 29 વર્ષીય યુવક દર્દીમાં આ અંગદાનમાં મળેલા હૃદયને પ્રત્યારોપણ કરવામાં આવ્યું. પ્રત્યારોપણ સફળ રહ્યું અને યુવકને નવજીવન મળ્યું છે. અત્યાર સુધી સમાજમાં એવી માનસિકતા હતી કે માલેતુજાર લોકોની પીડા દૂર કરવા માટે જ હૃદય પ્રત્યારોપણ છે. ખાનગી હોસ્પિટલમાં આશરે 25થી 39 લાખની માતબર રકમના ખર્ચે (Heart transplant costs) થતું હૃદય ટ્રાન્સપ્લાન્ટ ધનિક લોકો જ કરાવી શકતા હોય છે.

ગરીબ દર્દીઓ માટે આશાનો સૂરજ સિવિલ મેડિસિટીમાં હૃદયનું પ્રત્યારોપણ (Heart Transplantation in Civil Medicity) શરૂ થતા રાજ્યના હજારો ગરીબ પરિવારો કે જેમાંથી કેટલાક દર્દીઓને હૃદયની ગંભીર સમસ્યા હોય, જેમના માટે હૃદયના પ્રત્યારોપણ સિવાય અન્ય કોઇ વિકલ્પ ન હોય, તેવા દર્દીઓ માટે તો આશાનો સૂરજ ઉગ્યો છે.

સિવિલ હોસ્પિટલમાં 94મું અંગદાન મળ્યું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) ગઇકાલે 94મું અંગદાન થયું હતું. ખેડા જિલ્લાના 42 વર્ષીય રાજુભાઇ ડાભીને માથાના ભાગમાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. ગંભીર આંતરિક ઈજાઓને લીધે તેઓ બ્રેઇનડેડ થયા હતા. તેમના પરિવારજનોએ રાજુભાઇનાં અંગોના દાન થકી અન્ય જરૂરિયાતમંદને નવજીવન આપવાનો હૃદયસ્પર્શી નિર્ણય કર્યો હતો.

યુ.એન. મહેતા હોસ્પિટલમાં હ્રદયનું પ્રત્યારોપણ થયું બ્રેઇનડેડ રાજુભાઇના અંગદાનમાં હૃદયનું દાન મળ્યું. જેણે સિવિલ મેડિસિટીની જ યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ ભાવનગરના 29 વર્ષીય યુવકમાં સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. જે દર્દીમાં હૃદય પ્રત્યારોપણ કરવામાં આવ્યું, તે દર્દીને સાત વર્ષથી DCMP (Dilated Cardiomyopathy ) નામની હૃદય સંબંધિત ગંભીર બીમારી (heart muscle disease) હતી. જેના કારણે તેમને વારંવાર શ્વાસ ચઢવો, બેચેની થવી, ભૂખ ન લાગવી, ઉબકા આવવા, ખાંસી આવવી જેવી તકલીફોનો સામનો કરવો પડતો હતો. ખેતમજૂરી કરીને જીવન ગુજરાન ચલાવતા આ યુવકના પરિવાર માટે હૃદયનું પ્રત્યારોપણ અશક્ય હતું. પરંતુ રાજ્ય સરકાર સંચાલિત યુ.એન. મહેતા હોસ્પિટલમાં યુવકનું હૃદય પ્રત્યારોપણ થયું.

એક વર્ષમાં 25 હ્રદય દાન મળ્યા તબીબોના મતે હાલ પ્રત્યારોપણ બાદ દર્દીની હાલત સ્થિર છે. અને થોડા જ દિવસોમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવશે. અત્રે નોંધનીય વાત એ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયેલા મેડિસિટીના સ્વપ્નના ફળ આજે મળતા થયાં છે. જેના પરિણામે એક જ કેમ્પસમાં 100 મીટરથી પણ ઓછા અંતરે અંગદાન અને પ્રત્યારોપણ શક્ય બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં થયેલ 94 અંગદાનમાંથી અત્યાર સુધીમાં એક વર્ષમાં 25 હૃદયનું દાન મળ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.