- યુ.કે થી આવેલા તમામ પ્રવાસીના કરાયા રિપોર્ટ
- સેમ્પલ પુને મોકલવામાં આવ્યા હતા
- 4 પેસેન્જરના રિપોર્ટ નેગેટીવ આવતા ડિસ્ચાર્જ
અમદાવાદ : યુકેમાં કોરોના વાઇરસનો નવા ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેના પગલે યુકેથી ભારત આવેલા તમામ પ્રવાસીનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. 15 દિવસ પહેલાં યુકેથી આવેલા પ્રવાસીનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 4 પ્રવાસીઓ પોઝિટિવ આવતાં તેમને SVP હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા હતા. તમામ પેસેન્જરના સેમ્પલ પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટમાં યુકે વાઇરસનો નવો સ્ટ્રેન દેખાયો હતો. SVP હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ચારેય દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દર્દીઓએ સાત દિવસ હોમ આઇસોલેશનમાં ફરજિયાત રહેવું પડશે. તમામ દર્દીઓનો બે વખત RT-PCR ટેસ્ટ કર્યા બાદ રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યા છે.
6 લોકો પણ પોઝિટિવ આવતાં તેમના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા
અમદાવાદના બે અને ભરૂચ, દીવના પ્રવાસીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમને સારવાર માટે SVP હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા. SVP હોસ્પિટલના અલગ વોર્ડમાં જ તેમને સારવાર આપવામાં આવી રહી હતી. નવા સ્ટ્રેનની ચકાસણી માટે તેમના સેમ્પલ પુણે લેબમાં ટેસ્ટ માટે મોકલતાં ચારેયના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. 1 મહિનામાં યુકેથી આવેલા લોકોની તપાસમાં બીજા 6 લોકો પણ પોઝિટિવ આવતાં તેમના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે. જેમનો રિપોર્ટ બાકી છે.