- મ્યુકોરમાઇકોસીસને લઇને સિવિલ હોસ્પિટલમાં 370 જેટલા દર્દીઓ દાખલ
- ઘણા દર્દીઓને દિવસમાં પાંચથી સાત ઇન્જેક્શનની જરૂરિયાત
- ત્રીજા માળે બનાવવામાં આવેલા વોર્ડમાં મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની સારવાર
અમદાવાદ : સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસ નામના રોગના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થવા જઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં ડેન્ટલ વિભાગ, 1200 બેડની હોસ્પિટલ તેમજ હોસ્પિટલ બિલ્ડીંગના ત્રીજા માળે બનાવવામાં આવેલા વોર્ડમાં મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : રાજકોટમાં મ્યુકોરમાઈકોસીસના 200થી વધુ કેસ, અત્યાર સુધીમાં 3ના મોત
ઓપરેશન થિયેટર તથા ENT વિભાગ પણ કાર્યરત કરી દેવામાં આવ્યો
ઘણા દર્દીઓને દિવસમાં પાંચથી સાત ઇન્જેક્શનની જરૂરિયાત રહે છે. ઇન્જેક્શનની સાથે અન્ય દવાઓની પણ અછત હોવાના કારણે દર્દીઓ તેમના માટે થઈ રઝળપાટ કરી રહ્યા છે. મ્યુકોરમાઇકોસીસના દર્દીઓમાં સતત વધારો થતાં હાલ ઓપરેશન થિયેટર તથા ENT વિભાગ પણ કાર્યરત કરી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : જામનગરમાં મ્યુકોરમાઈકોસીસ સારવાર લઈ રહેલા 10 જેટલા કોવિડ દર્દીઓના મોત
20 દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
અન્ય 20 દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલના ત્રીજા માળે ENT વિભાગ તથા ઓપરેશન થિયેટર કાર્યરત કરી દેવામાં આવ્યા છે. જેમાં round the clock ઓપરેશન કરવામાં આવી રહ્યા છે.