ETV Bharat / state

અમદાવાદ કમિશ્નરે આપેલો સુરક્ષાનો દાવો પોકળ, ચોવીસ કલાકમાં 3 લોકોની હત્યા - Bopal area of ​​Ahmedabad

અમદાવાદ: શહેરમાં પોલીસ કમિશ્નરે વર્ષ 2020ની શરૂઆતમાં જ અમદાવાદમાં ગુનાખોરી ઘટી હોવાનું જણાવી સુરક્ષાનો દાવો કર્યો હતો. ત્યારે આ દાવો પોકળ સાબિત થયો છે. કારણ કે, વર્ષની શરૂઆતથી અમદાવાદમાં હત્યાના બનાવો વધ્યા છે. તેમજ 24 કલાકમાં 3 હત્યા થઈ છે.

ahmedabad
અમદાવાદ
author img

By

Published : Jan 16, 2020, 5:57 PM IST

અમદાવાદના બોપલ વિસ્તારમાં 15મી જાન્યુઆરીએ સવારે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનું નામ મયંક હોવાનું સામે આવ્યું હતું. તેમજ મયંકની પ્રેમીકાના પતિ અલ્પેશ પટેલે જ મયંકની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે હત્યારા અલ્પેશ પટેલ સહિત તેના સાગરીતો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે અન્ય એક કિસ્સામાં નારોલ વિસ્તારમાં લક્ષ્મીનગર પાસેથી વહેલી સવારમાં અજાણ્યા યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતદેહને બાળી નાખવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હોય તેવું જાણવા મળ્યું હતું.

અસુરક્ષિત અમદાવાદ 24 કલાકમાં હત્યાના 3 બનાવ

આ અંગેની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બાદમાં તપાસ શરૂ કરી હતી. જો કે, હજુ સુધી મૃતકની ઓળખ થઈ નથી. ત્રીજા કિસ્સામાં શહેરના ગોમતીપુર વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં જ 45 આધેડની હત્યા કરવામાં આવી છે. ચાલીમાં પ્રવેશ નહીં કરવા બાબતે બોલાચાલી થઈ હતી. જે બાદ પાંચ લોકોએ ભેગા મળીને 45 વર્ષીય કૌશિક નામના આધેડની હત્યા કરી દીધી છે. તો હત્યા અંગે ગોમતીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ ત્રણેય હત્યાઓ માત્ર 24 કલાકના સમયગાળામાં જ બની છે. આ ત્રણેય હત્યાના આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. એક તરફ પોલીસ દ્વારા સુરક્ષિત અને ગુનાખોરી ઘટવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ હત્યાના બનાવો સતત વધતા પોલીસનો દાવો પણ ખોટો સાબિત થયો છે.

Intro:અમદાવાદ અમદાવાદના પોલીસ કમિશનરે વર્ષ 2020ની શરૂઆતમાં જ અમદાવાદમાં ગુનાખોરી ઘટી હોવાનું જણાવી સુરક્ષાનો દાવો કર્યો હતો ત્યારે આ દાવો સાબિત થયો છે કારણકે વર્ષણ શરૂઆતથી અમદાવાદમાં હત્યાના બનાવો વધ્યા છે અને અમદવાદમાં 24 કલાકમાં જ 3 હત્યા થઈ છે.

Body:અમદાવાદના બોપલ વિસ્તારમાં 15મી જાન્યુઆરીએ સવારે એક યુવકની લાશ મળી હતી જેનું નામ મયંક ગોસ્વામક હોવાનું સામે આવ્યું હતું અને મયંકની પ્રેમીકાના પતિ અલ્પેશ પટેલે જ મયંકની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.આ મામલે પોલીસે હત્યારા અલ્પેશ પટેલ સહિત તેના સાગરીતો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.. અન્ય એક કિસ્સામાં નારોલ વિસ્તારમાં લક્ષ્મીનગર પાસેથી વહેલી સવારમાં અજાણ્યા યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.જે લાશને બાળી નાંખવાંનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હોય તેવું જાણવા મળ્યું હતું.આ અંગે જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી જોકે હજુ સુધી મરનારની ઓળખ થઈ નથી... ત્રીજા કિસ્સામાં શહેરના ગોમતીપુર વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં જ 45 આધેડની હત્યા કરવામાં આવી છે.ચાલીમાં પ્રવેશ નહીં કરવા બાબતે બોલાચાલી થઈ હતી જે બાદ પાંચ લોકોએ ભેગ મળીને 45 વર્ષીય કૌશિક નામના આધેડની હત્યા કરી દીધી છે.તો હત્યા અંગે ગોમતીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ત્રણેય હત્યાઓ માત્ર 24 કલાકના સમયગાળામાં જ બની છે અને ત્રણેય હત્યાના આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે.એક તરફ પોલીસ દ્વારા સુરક્ષિત અને ગુનાખોરી ઘટયાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને આ પ્રમાણે હત્યાના બનાવો સતત વધતા પોલીસનો દાવો પણ ખોટો સાબિત થયો છે... નોંધ- સ્ટોરીના વિસુઅલ અને ફોટો મોકલેલ છે..

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.