અમદાવાદઃ દેશમાં કોરોના વાઇરસના કારણે રાખવામાં આવેલા લોકડાઉન દરમિયાન અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જેમાં ગુજરાતમાં બહારથી આવેલા શ્રમિકો પણ મોટી સંખ્યામાં ફસાયા છે અને હવે તેમને પરત જવાની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે તેમની પાસે 750ની ટિકિટના 1000 વસુલતી ગેંગ ઝડપાઇ છે.
અમદાવાદથી વતન જતા શ્રમિકો પાસે 750ની ટિકિટના 1000 વસુલતા ગેગની ધરપકડ કરાઇ વિર સવારકર હોલ પાસે કેટલાક લોકો શ્રમિકો પાસેથી 750ની ટિકિટના 1000 વસૂલી રહ્યા હોવાની પોલીસને જાણ થઈ હતી. જે બાદ પોલીસે સ્થળ પર પહોંચીને ટિકિટની કાળા બજારી કરી રહેલા 3 વ્યક્તિઓની ધરપકડ કરી હતી જેમાં અન્ય વ્યક્તિઓના નામ ખુલતા પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.શહેર કોટડા પોલીસે તમામ વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો ઉમેરી ગુનો નોંધાયો છે અને તપાસ હાથ ધરી છે. અગાઉ રામોલમાં પણ આ પ્રમાણે શ્રમિકો પાસેથી પૈસા વાસળતા હતા અને બીજો કિસ્સો સામે આવ્યો છે.