21 ડિસેમ્બરે રાજ્યમાં યોજાનાર વિવિધ 252 બાર એસોસિએશનની ચુંટણીનુ જાહેરનામુ થઈ ગયા બાદ એકાએક બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ તેના પર સ્ટે મુકી દીધો હતો.
બાર કાઉન્સીલ ગુજરાતના પૂર્વ ચેરમેન જે. જે. પટેલે જણાવ્યુ હતુ કે અમે નવા નિયમો બનાવ્યા અને તેની મંજુરી પણ બીસીઆઈ પાસેથી લીધી હતી. તેને મંજુરી પણ બીસીઆઈએ આપી દીધી છે. ગુજરાત બાર કાઉન્સીલે તેને આધારે જ 21-12ની ચૂંટણી યોજાશે. સમગ્ર ગુજરાતના તમામ બારોમાં ચૂંટણી પ્રક્રિયા પણ શરુ થઈ ગઈ. પ્રચાર શરુ થઈ ગયા માહોલ જામી ગયો અને અચાનક જ બીસીઆઈએ ઈલેક્શન પર મનાઈ ફરમાવી આ નિર્ણય લેવાયો તે સ્વાભાવીક સ્વીકાર્ય નથી. ઘણા વકીલોએ પોતાના આવા અભીપ્રાયો પણ આપ્યા છે.
બીસીઆઈના તમામ આદેશોનુ પાલન કરવા તૈયાર છીએ. પરંતુ નિયમો બનાવીને મોકલી આપે અને હાલમાં ઈલેક્શનને આને સ્ટે ન કરવુ જોઈએ.આ પ્રકારની રજુઆત સાથે તેમણે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત પત્ર પણ લખ્યો છે જેને ધ્યાને લઇ ને બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા ચૂંટણી અંગે નિર્ણય લેવા તાકીદ ની મિટિંગ બોલવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે બાર કાઉન્સી ઓફ ઈંડીયાના સ્ટે સામે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ તમામ બારોની ચુટણી યોજવા મક્કમતા દર્શાવી છે.
ઉલ્લખનીય છે કે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તરફથી બાર કાઉન્સીલના ચેરમેન સી.કે.પટેલ, વાઇસ ચેરમેન જીતેન્દ્ર બી. ગોળવાળા, એક્ઝીક્યુટીવ કમિટીના ચેરમેન રમેશચંદ્ર પટેલ, શિસ્ત કમીટીના ચેરમેન અનિલ કિલ્લા એ એક અખબારી યાદી દ્વારા ગુજરાત બાર એસોસિએશન નિયમ 2015 અનુસાર ગુજરાતમાં 2 ધારાશાસ્ત્રીઓના દરેક બાર એસોસિએશનની "વન બાર વન વોટ" હેઠળ 21/12/2019ના રોજ ચૂંટણી કરવાનો આદેશ આપ્યો હતો. અનુસાર ગુજરાતના 252 જુદા જુદા ભાર એસોસીએશનની તરફથી તાકીદે ચૂંટણી કમિશનરની નિમણૂક કરી બાર એસોસિએશનના સભ્યોની મતદાર યાદી પ્રસિદ્ધ કરાવી અને તે મતદાર યાદીમાં કોઇ પણ પ્રકારના વાંધા કે સૂચનો હોય તો તે તમામ દૂર કરીને દરેક એસોસિએશનના ચૂંટણી કમિશનરએ તારીખ 20/11/2019 સુધી એસોસિએશનની મતદારયાદી બાર કાઉન્સિલને મોકલી આપવા જાહેરાત કરાઈ હતી.
ઉપરાંત બાર કાઉન્સિલના આદેશ અનુસાર દરેક બાર એસોસિએશનના ચૂંટણી કમિશનરે તારીખ 1થી તારીખ 10 સુધી ઉમેદવારી ફોર્મની ચકાસણીની કામગીરી પૂરી કરી. તારીખ 21/12/2019 ના રોજ આખરી મતદાર યાદી પ્રમાણે ચૂંટણી પ્રક્રિયા પૂરી કરાવી. કોઇપણ એસોસિએશન તરફથી જો બાર કાઉન્સિલે બહાર પાડેલ આદેશ અનુસાર ચૂંટણી પ્રક્રિયા સમયસર પૂરી કરવામાં નહિ આવે અથવા તો બાર કાઉન્સીલને જરૂરી વિગતો સમયસર નહી મોકલી આપે તો તેવા બાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયાને લગતી કોઇ પણ ફરિયાદ કે અપીલ બાર એસોસિએશન રૂલ્સ 59 પ્રમાણે બાર કાઉન્સીલની કમિટી હાથપર લેશે નહિ.
બાર એસોસિએશન જો કાઉન્સિલના આદેશનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો તેવા એસોસિએશનને રદ્દ કરવા સુધીની કાર્યવાહી બાર કાઉન્સિલને કરવાની ફરજ પડશે, તેમ જાહેરનામામાં જણાવ્યું છે.