અમદાવાદઃ બે દિવસ પહેલાં કેડિલા કંપનીમાં ફરજ બજાવતાં 3 કર્મચારીઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તંત્ર દ્વારા 30 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં 21 લોકો પોઝિટિવ આવ્યાં છે. ધોળકા તાલુકામાં પોઝિટિવ કેસની સંખ્યા 40 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધી દસક્રોઈ તાલુકામાં સૌથી વધુ 40 કેસ હતાં અને હવે ધોળકામાં પણ 40 કેસ નોંધાઈ ગયાં છે.
ધોળકાના ત્રાસદ ગામમાં કેસો આવતાં તેને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી અને બંધ કરવામાં આવશે. કર્મચારીઓમાં કોરોના પોઝિટિવના કેસ આવવા છતાં કેડિલા કંપની ચાલુ રાખવામાં આવી છે. જિલ્લામાં કુલ કેસોની સંખ્યા હવે 91 થઈ ગઈ છે.