ETV Bharat / state

E Traffic Court: કાયદા વિભાગ દ્વારા રાજ્યમાં નવીન 20 ઇ-ટ્રાફિક કોર્ટ શરૂ થશે - વાહનના માલિકને નોટીસ

હવે રાજ્યમાં 20 સ્થળોએ ઇ-ચલાણની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કાયદા વિભાગ દ્વારા રાજ્યમાં નવીન 20 ઇ-ટ્રાફિક કોર્ટ શરૂ થશે. ઇ-કોર્ટની મદદથી કેસોના ત્વરિત નિકાલ આવશે. વર્ચ્યુઅલ કોર્ટની મદદથી ઘરે બેઠા કોર્ટની હિયરિંગમાં હાજર રહી શકાશે. રાજ્યમાં 20 જગ્યાએ જ્યુડિશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટમાં ઇ-ચલાણ સ્વીકારવામાં આવશે.

E Traffic Court: કાયદા વિભાગ દ્વારા રાજ્યમાં નવીન 20 ઇ- ટ્રાફિક કોર્ટ શરૂ થશે

author img

By

Published : Jul 8, 2023, 12:08 PM IST

Updated : Jul 8, 2023, 1:11 PM IST

અમદાવાદ ડેસ્ક: રાજ્યના કાયદા વિભાગ દ્વારા ઇ-ટ્રાફિકની કામગીરીના ભારણને ઓછુ કરવા માટે રાજ્યમાં 20 નવીન ઇ-ટ્રાફિક કોર્ટ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ ફક્ત અમદાવાદ શહેરમાં આવેલી કોર્ટ મારફતે સમગ્ર રાજ્યના ઇ-ટ્રાફિક કોર્ટની ટ્રાયલ ચાલતી હતી તેના પર સુનાવણી અને કાર્યવાહી હાથ ધરાતી હતી. હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 20 સ્થળોએ આ ઇ-ટ્રાફિક કોર્ટ કાર્યરત બનતા ઇ-ચલણ સંદર્ભેની કામગીરી સરળ બનશે. ઇ-ચલણને લગતા કોર્ટની સુનવણી જ્યુડિશયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં કરવામાં આવશે. આ કોર્ટમાં ઇ-ચલણ સ્વીકારવામાં પણ આવશે.

ત્વરિત નિકાલ આવશે: તદ્અનુસાર રાજ્યના નવસારી જીલ્લામાં વધઇ, ખેરગામ,સુબિર જે.એમ.એફ.સી. કોર્ટ ખાતે, અમરેલી જીલ્લામાં લીલીયા,કુકાવાવ અને ખાંભા જે.એમ.એફ.સી. કોર્ટ ખાતે,બનાસકાંઠા માં સુઇગામ અને દાંતા ખાતે,અમદાવાદમાં ધોલેરા ખાતે , સોમનાથમાં વેરાવળ ખાતે અને પંચમહાલ, ભાવનગર, દાહોદ, પોરબંદર, તાપી, ગીર દાહોદ , સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા, જુનાગઢની જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં પ્રિન્સીપલ જજ દ્વારા ઇ-ટ્રાફિકને લગતા કેસોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચલાણ ઇસ્યુ થયા બાદ 90 દિવસ સુધીમાં ભરવામા ન આવે કોર્ટ દ્વારા વાહનના માલિકને નોટીસ આપીને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

20 નવીન ઇ-ટ્રાફિક: સત્તાવાર જે માહિતી મળી રહી છે તે અનૂસાર રાજ્યના કાયદા વિભાગ દ્વારા ઇ-ટ્રાફિકની કામગીરીના ભારણને ઓછુ કરવા માટે રાજ્યમાં 20 નવીન ઇ-ટ્રાફિક કોર્ટ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ ફક્ત અમદાવાદ શહેરમાં આવેલી કોર્ટ મારફતે સમગ્ર રાજ્યના ઇ-ટ્રાફિક કોર્ટની ટ્રાયલ ચાલતી હતી તેના પર સુનાવણી અને કાર્યવાહી હાથ ધરાતી હતી.

  1. One Nation One Challan: રાજકોટ પોલીસે છેલ્લા બે મહિનામાં 35771 ઇ ચલણ ઇસ્યુ કર્યા
  2. Traffic Rules : ટ્રાફિક નિયમો તોડનારાઓની હવે ખેર નહીં, વન નેશન-વન ચલણ શરૂ
  3. Traffic push button: રાહદારી એક બટન દબાવીને ધમધમતા ટ્રાફિકને રોકી દઇ રોડ ક્રોસ કરી શકશે

Last Updated : Jul 8, 2023, 1:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.