અમદાવાદમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત બિસ્માર થઈ છે. અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા અને ઇન્ડીયન ઓવરસીઝ બેન્કમાં નોકરી કરતા નિલેશભાઇ પરમારે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. તેમની બહેન અને દીકરી વસ્ત્રાપુર GMDC ખાતે ગરબા રમવા ગયા હતાં. જ્યાંથી પાછા ફરતા સમયે GMDC પાસે ખાડામાં એક્ટિવા સ્લીપ થઇ જતા તેમની 18 વર્ષની પુત્રી વૈભવીને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ તેના ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. જ્યાં તેનું મોત નીપજ્યું છે.
આટલું જ નહીં, બાપુનગરમા પણ ખાડામા પડતા આધેડ નું મોત નીપજ્યું છે. ખાડામાં રીક્ષા પલટી ખાતા વિનોદભાઈ પટની નું મોત થયું છે. જેના લીધે પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
ત્યારે આ મોત માટે જવાબદાર કોણ? અને જવાબદાર સામે સંવેદનશીલ સરકાર શું પગલાં લેશે તે જોવું રહ્યું.