અમદાવાદ: બન્ને કેડેટ્સ હવે તેમની સંબંધિત તાલીમ સંસ્થાઓ OTA, ચેન્નાઇ અને હૈદરાબાદના દુંડિગલ ખાતે આવેલી એરફોર્સ એકેડેમીમાં આકરી તાલીમ પ્રાપ્ત કરવા માટે જોડાશે. ગુજરાત બટાલિયન 5નો NCC કેડેટ અને સુરતની પી.ટી. સાર્વજનિક વિજ્ઞાન કોલેજનો વિદ્યાર્થી સ્વપ્નિલ કે ગુલાલે આર્મીમાં 49 અઠવાડિયાની તાલીમ પૂર્ણ કર્યા પછી લેફ્ટનન્ટ તરીકે નિમણૂંક મેળવશે.
તાજેતરના મહિનાઓમાં NCC કેડેટ્સ પોતાની 'યોગદાન' ક્વાયત અંતર્ગત રાજ્ય પ્રશાસનને લૉકડાઉન દરમિયાન કતાર વ્યવસ્થાપન, ટ્રાફિક વ્યવસ્થાપન, ડેટા સંચાલન, વરિષ્ઠ નાગરિકોને મદદ, અન્ન વિતરણ અને સામાજિક અંતર માટે જાગૃતિ અભિયાનોના સંદર્ભમાં સહાયતા પૂરી પાડી રહ્યાં છે. ઉપરાંત કેડેટ્સ આત્મનિર્ભર ભારત, હોસ્પિટલોમાં ઘટી રહેલી રક્ત આપૂર્તિ દરમિયાન રક્તદાન, એક ભારત શ્રેષ્ઠ ભારત, વૃક્ષારોપણ ઝૂંબેશ અને તાજેતરમાં ફિટ ઇન્ડિયા અભિયાનમાં સક્રિય રીતે ભાગ લેવાની સાથે સાથે તે અંગે જાગૃતિ ફેલાવી રહ્યાં છે. તેમના આ પ્રયત્નોની સત્તાધિકારીઓ સહિત જાહેર જનતા દ્વારા વ્યાપક સરાહના કરવામાં આવી છે.
ગુજરાતના NCC મહાનિર્દેશક મુખ્ય શહેરોમાં તેમની દેખરેખ હેઠળ કાર્યરત અમદાવાદ, વડોદરા, જામનગર, વીવી નગર અને રાજકોટ ખાતે આવેલા વડામથકોના પાંચ ગ્રૂપ હેઠળ 43 યુનિટ્સ ધરાવે છે. દરિયાકાંઠાના અને સરહદી વિસ્તારોમાં NCCના વધુ વિસ્તારણ માટે રક્ષાપ્રધાન રાજનાથ સિંહે કરેલી જાહેરાત સાથે વધુ 34 શૈક્ષણિક સંસ્થાઓને તેનો લાભ પ્રાપ્ત થશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પોરબંદર, ભૂજ, ગાંધીધામ, વેરાવળ, જામનગર અને નવસારી ખાતે છ નૌસેના NCC યુનિટ્સ પહેલેથી ઊભા કરવામાં આવ્યાં છે.આ કેડેટ્સની પસંદગી ગુજરાતના યુવાનોને સૈન્ય દળોમાં જોડાવવા માટે પ્રેરણા પૂરી પાડશે.