ETV Bharat / state

લોકોના ATM સ્કેન કરીને પૈસા પડાવી પાડતા 2 ઈસમની ધરપકડ - હરિયાણા પોલીસ

અમદાવાદ: ATM ધારકો માટે લાલ બતી સમાન કિસ્સો સામે આવ્યો છે. તમને લાગતુ હશે કે શુું હશે, પણ હવેથી ધ્યાન રાખજો આપણું ATM ગમે ત્યારે સ્ક્રેન થઇ શકે છે અને લાખો રૂપિયા ATMના માધ્યમથી ઉપડી શકે છે. લોકોના ATMને સ્ક્રેન કરી હજારો રૂપિયાની ઉઠાંતરી કરતી ટોળકી હાલ પોલીસ ઝડપી છે. અસલાલી પોલીસ સ્ટેશન અને હરિયાણા પોલીસના, સંયુક્ત ઓપેરશનની મદદથી ટોળકીના બે સભ્યોની પોલીસે ધરપકડ કરી છે.

લોકોના ATM સ્કેન કરીને પૈસા પડાવી પાડતા 2 ઇસમની ધરપકડ, ETV BHARAT
author img

By

Published : Aug 2, 2019, 7:46 PM IST

ઉલ્લેખનીય છે કે અસલાલી પોલીસે સોશિયલ મીડિયાના ગૃપની મદદથી ગુનાનો ઉકેલ કર્યો છે. અન્ય રાજ્યના પોલીસ સોશિયલ મીડિયા ગૃપમાં આરોપીના CCTVના આધારે ફોટા તૈયાર કરી, ગૃપમાં ફોરવર્ડ કર્યા હતા. જે અનુસંધાને હરિયાણા પોલીસે આ ગુનેગારોની ઓળખ કરી અસલાલી પોલીસને આરોપી અંગે માહિતી આપી હતી.

મીડિયા સાથે વાતચીત કરતા અમદાવાદ ગ્રામ્ય DYSP કે ટી કામરીયાએ જણાવ્યું હતું કે આ ટોળકી ભોળા માણસોને ATMમાં મદદ કરી ચાલાકીથી ATM સ્ક્રેન કરી લેતા હતા અને તેના માધ્યમથી જ અન્ય ATM માંથી પૈસા ઉપાડી લેતા હતા. બંને આરોપીએ ચાંગોદર, પોરબંદર અને માધુપુરામાં પણ આ પ્રકારના ગુના કરી લાખો રૂપિયા ATM માંથી ઉપાડી લીધા છે. આરોપી માત્ર ત્રણ અને સાત ધોરણ પાસ છે. તેમ છતાં પણ ચાલાકીથી સામાન્ય માણસોને ભોળ પણનો લાભ લઇ લાખો રૂપિયા ATMમાંથી ઉપાડતા હતા. 26 જૂલાઇએ ચાંગોદરમાં આ પ્રકારનો ગુનો બન્યો હતો. જે અંગે અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી.

પોલીસે CCTV ફુટેજની મદદથી આ તમામ આરોપીના ફોટા તૈયાર કર્યા હતા અને ફોટા અન્ય રાજયના પોલીસ સોશિયલ ગૃપમાં ફોરવર્ડ કરાયા હતા. જેમાં હરિયાણા પોલીસે આ આરોપીની ઓળખ કરી હતી. જેથી હરિયાણાથી આ બે આરોપીની ધરપકડ કરી વધુ રિમાન્ડ માટે અહીં લઇ આવવામાં આવ્યા છે. આમ, ગુજરાત પોલીસે ચાંગોદર, પોરબંદર અને માધપુરાનો ગુનાનો ઉકેલ કર્યો છે. આરોપી પાસે હજુ પણ અન્ય ગુના અંગે પૂછપરછ કરાશે. હાલ આરોપી પાસેથી 27 હજાર રુપિયા રોકડ જપ્ત કર્યા છે.

Intro:અમદાવાદ:એટીએમ ધારકો માટે લાલ બતી સમાન કિસ્સો સામે આવ્યો છે.આપણું એટીએમ ગમે ત્યારે સ્ક્રેન થઇ શકે છે અને લાખો રૂપિયા એટીએમના માધ્યમથી ઉપડી શકે છે. ભોળા માણસો અને અભણ માણસના એટીએમની સ્ક્રેન કરી હજારો રૂપિયાની ઉઠાતરી કરતી ટોળકી હાલ પોલીસ ઝડપી છે. અસલાલી પોલીસ સ્ટેશન અને હરિયાણા પોલીસના, સયુક્ત ઓપેરશનની મદદથી ટોળકીના બે સભ્ય હાલ પોલીસ લોકપમાં પહોચી ગયા છે.

Body:ઉલ્લેખનીય છે કે અસલાલી પોલીસે સોશિયલ મીડિયાના ગૃપની મદદથી ગુન્હાનો ઉકેલ કર્યો છે. અન્ય રાજ્યના પોલીસ સોશિયલ મીડિયા ગૃપમાં આરોપીના સીસીટીવીના આધારે ફોટા તૈયાર કરી, ગૃપમાં ફોરવર્ડ કર્યા હતા. જે અનુસધાને હરિયાણા પોલીસે આ ગુન્હેગારોની ઓળખ કરી અસલાલી પોલીસને આરોપી અંગે માહિતી આપી હતી.

મીડિયા સાથે વાત કરતા અમદાવાદ ગ્રામ્ય ડિવાયએસપી કે ટી કામરીયાએ જણાવ્યુ હતું કે આ ટોળકી ભોળા માણસને એટીએમમાં મદદ કરી ચાલાકીથી એટીએમ સ્ક્રેન કરી લેતા હતા. તેના માધ્યમથી અન્ય એટીએમમાથી પૈસા ઉપાડી લેતા હતા.બન્ને આરોપીએ ચાંગોદર, પોરબંદર અને માધુપુરામાં પણ આ પ્રકારના ગુન્હા કરી લાખો રૂપિયા એટીએમની ઉપાડી લીધા છે. આરોપી માત્ર ત્રણ અને સાત ધોરણ પાસ છે. તેમ છતા ચાલાકીથી સામાન્ય માણસોને ભોળ પણનો લાભ લઇ લાખો રૂપિયા એટીએમથી ઉપાડતા હતા. 26 જૂલાઇએ ચાંગોદરમાં આ પ્રકારનો ગુન્હો બન્યો હતો જે અંગે અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી.

પોલીસે સીસીટીવી ફુટેજની મદદથી આ તમામ આરોપીના ફોટા તૈયાર કર્યા હતા અને ફોટા અન્ય રાજયના પોલીસ સોશિયલ ગૃપમાં ફોરવર્ડ કરાયા હતા. જેમાં હરિયાણા પોલીસે આ આરોપીની ઓળખ કરી હતી. જેથી હરિયાણાથી આ બે આરોપીની ધરપકડ કરી વધુ રિમાન્ડ માટે અહી લાવામાં આવ્યા છે. આમ ગુજરાત પોલીસે ચાંગોદર, પોરબંદર અને માધપુરાનો ગુન્હાનો ઉકેલ કર્યો છે. આરોપી પાસે હજુ પણ અન્ય ગુન્હા અંગે પૂછપરછ કરાશે. હાલ આરોપી પાસેથી 27 હજાર રુપિયા રોકડ જપ્ત કર્યા છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.