ETV Bharat / state

સાયબર ક્રાઈમ પર યોજાયેલા GTUના ઈ સેમિનારમાં 160 યુનિવર્સિટીએ ભાગ લીધો - નવીન શેઠ

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વારા નવી ટેક્નોલોજી અને વર્તમાન પડકારો સંબંધિત ટેક્નોક્રેટ્સ માટે વિવિધ ઈ-સેમિનાર યોજવામાં આવે છે. જે સંદર્ભે તાજેતરમાં GTU સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી દ્વારા આઈએસઈએ પ્રોજેક્ટ ફેઝ-2 અંતર્ગત “સાયબર ફોરેન્સિક ઈન્વેસ્ટિગેશન એન્ડ એથિકલ હેકિંગ” વિષય પર 6 દિવસીય ઈ-સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં ક્રિમિનલ ટ્રેસિંગ સ્કિલ્સ, સાયબર લૉ જેવા વિવિધ મુદ્દાઓ પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સાયબર ક્રાઈમ પર યોજાયેલા જીટીયુના ઈ સેમિનારમાં 160 યુનિવર્સિટીએ ભાગ લીધો

author img

By

Published : Nov 7, 2020, 6:52 PM IST

  • ફેક એકાઉન્ટ ખોલીને છાપ ખરડવાથી માંડીને બેન્કિંગ ટ્રાન્ઝેકશનના રોજબરોજ બનતા બનાવો
  • 'સાયબર ફોરેન્સિક ઈન્વેસ્ટિગેશન એન્ડ એથિકલ હેકિંગ' વિષય પર 6 દિવસીય ઈ-સેમિનાર
  • ડિલીટ કરાયેલા ડેટાનું વિશ્લેષણ-તપાસ, સાયબર ગુના અંગે તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું

અમદાવાદઃ ફેક એકાઉન્ટ ખોલીને યુવતીને છાપ ખરડવાથી માંડીને બેન્કિંગ ટ્રાન્ઝેક્શન મારફતે છેતરપિંડીથી લઈ ATMમાંથી નાણા બારોબાર ઉપાડી લેવાના બનાવો અવારનરવાર બનતાં હોય છે. આ સાયબર ક્રાઈમના વધતાં જતાં ગુનાઓને ડામવા અને લોકોને જાગૃત કરવાના હેતુથી ઓક્ટોબર મહિનાને સાયબર સિક્યુરિટી માસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે જીસેટ દ્વારા ઈ-સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં સાઈબર ક્રાઈમને રોકવા રાષ્ટ્રીય પોર્ટલ “cybercrime.gov.in” અને ગુજરાત સરકારની 24×7 હેલ્પ લાઈન નંબર 112ની વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિ અંગે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત સાયબર ક્રાઈમની તપાસ અને ગુનાના સામાન્ય પ્રકારો, ક્રિમિનલ ટ્રેસિંગ સ્કિલ્સ, ડિલીટ કરાયેલા ડેટાનું વિશ્લેષણ અને તપાસ, સાયબર લૉ, સાયબર ક્રાઈમ્સ લાઈવ રિસ્પોન્સ વગેરે જેવા વિવિધ મુદ્દાઓ પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. GTUના કુલપતિ પ્રો.ડૉ.નવીન શેઠની અધ્યક્ષતામાં યોજાયેલા સેમિનારમાં મુખ્ય અતિથી તરીકે, સી-ડીએસી હૈદરાબાદના એસોસિએટ ડિરેક્ટર સી.એચ.એ.એસ. મૂર્તિ, GTUના કુલસચિવ ડૉ.કે.એન.ખેર, જીસેટના ડિરેક્ટર ડૉ.એસ.ડી.પંચાલ અને વિષય તજજ્ઞો તરીકે અભિષેક ચૌબે અને અંબુજ કુમાર ઉપસ્થિત રહ્યા હતા.

સાયબર ક્રાઈમ પર યોજાયેલા જીટીયુના ઈ સેમિનારમાં 160 યુનિવર્સિટીએ ભાગ લીધો
સાયબર ક્રાઈમ પર યોજાયેલા જીટીયુના ઈ સેમિનારમાં 160 યુનિવર્સિટીએ ભાગ લીધો

ઈ-સેમિનારમાં 160 રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઈઝેશન તેમ જ યુનિવર્સીટીએ ભાગ લીધો

આ ઈ-વેબિનારમાં 160 રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝેશન તેમ જ યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો. ઈ-સેમિનારના સફળ સંચાલન બદલ GTUના કુલપતિ ડૉ.નવીન શેઠ અને કુલસચિવ કે.એન.ખેર દ્વારા જીસેટના પ્રો.કોમલ બોરિસાગર અને પ્રો.સીમા જોશીને અભિનંદન પાઠવ્યા હતા. આ અંગે જીસેટના પ્રોફેસર સીમા જોષીએ જણાવ્યું કે, સાયબર ક્રાઈમમાં ખાસ કરીને કોઈની છબી ખરડવા માટે ફેક એકાઉન્ટ ખોલીને દુરુપયોગ કરવો તેમ જ બેન્કિંગ ટ્રાન્ઝેકશન, નાના બાળકોથી માંડીને સિનિયર સિટિઝનને હેરાન કરવા સહિતના અનેક પ્રકારના સાયબર ગુના થાય છે. આ ઈ-વેબિનારમાં સાયબર ઈન્વેસ્ટિગેશન ડિસ્કશન, કેસ સ્ટડી ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત સાયબર અવેરનેસ પર ભાર મૂક્યો હતો. જેમાં ગુનો બને તો તપાસની એક મેથોડોલોજી છે. ડિજિટલ કઈ ઈન્ફર્મેશન ક્યાંથી મળી શકે વગેરે બાબતે ચર્ચા કરાઈ હતી. આ બાબતે પ્રજાને જાગ્રત કરવાના પણ અનેક વિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.