ETV Bharat / state

Ahmedabad Sessions Court : 14 વર્ષની સગીરા પર બળાત્કાર મામલે આરોપીને સખત સજા

અમદાવાદ સેશન્સ કોર્ટે સમાજને ઉદાહરણરૂપ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. શહેરના રામોલ વિસ્તારમાં 20 વર્ષના આરોપીએ સગીરાને ધાકધમકી આપીને ભગાડી જઈને બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કારના કેસમાં આરોપીને અમદાવાદ સેશન્સ કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સમાજમાં આવા ગુનેગારોમાં કાયદાનો ભય રહે તે પ્રકારે આરોપીને સજા આપવામાં આવી હતી.

Ahmedabad Sessions Court
Ahmedabad Sessions Court
author img

By

Published : Aug 3, 2023, 9:49 PM IST

14 વર્ષની સગીરા પર બળાત્કાર મામલે આરોપીને સખત સજા

અમદાવાદ : રામોલ વિસ્તારમાંથી 14 વર્ષની સગીરાને ધમકી આપીને ચાંદલોડિયા બ્રિજ નીચે લઈ જઈ અંધારાનો લાભ લઈને તેની પર બળાત્કાર ગુજારવાનો ચકચારી કિસ્સો બન્યો હતો. આ કેસમાં પોક્સો કોર્ટના સ્પેશિયલ જજ પરેશ સૈયાણીએ આરોપી રામુસિંગ પરિહારને 20 વર્ષની સખત કેદની સજા સાથે એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

શું છે સમગ્ર મામલો : સત્તાવાર સૂત્રો પાસેથી મળતી કેસની વિગત અનુસાર અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં રહેતા 20 વર્ષીય રામસિંગ ઉર્ફે ભુરો રાજેન્દ્રસિંહ પરિહારે આ ગુનો કર્યો હતો. આરોપીએ તેના જ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરાનું 5 ઓગસ્ટ 2021 ના રોજ ધમકી આપીને અપહરણ કર્યું હતું. આરોપી વારંવાર સગીરાને ફોન કરીને મળવા બોલાવતો હતો. પરંતુ સગીરાએ મળવાની ના પાડતા 5 ઓગસ્ટના રોજ તેને રાતના દોઢ વાગે સગીરાને ફોન કર્યો હતો. જો તું નહીં આવે તો હું તારા ઘરનાઓને બોલાવીને માર ખવડાવીશ એવી ધમકી આપી હતી.

અપહરણ કરી રેપ કર્યો : ત્યારબાદ આરોપીએ સગીરાને ચાંદલોડિયા બ્રિજ નીચે લઈ જઈને અંધારાનો લાભ ઉઠાવતા સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે, આરોપી અહીં ન અટકતા સગીરાના પિતાને વોટ્સએપ કોલ કરીને ધમકી પણ આપી હતી. તેણે કહ્યું હતું કે, તારી છોકરીને મારી સાથે પરણાવી દે નહીં તો હું તેને ફરીથી ભગાવીને લઈ જઈશ. આ બનાવ બન્યાના તરત બાદ જ પીડિતાના પિતાએ રામોલ પોલીસ મથકમાં આરોપી રામુસિંગ પરિહાર સામે ફરિયાદ નોંધાવી હતી.

આ સમગ્ર કેસમાં કુલ 10 જેટલા સાક્ષીઓ અને 19 દસ્તાવેજી પુરાવાઓના આધારે આરોપીને સખત કેદની સજા આપવામાં આવી છે. આ સાથે જ કોર્ટે આરોપીને 1,00,000 નો દંડ તેમજ પીડિતાને 1,00,000 નું વળતર ચૂકવવાનો કોર્ટે આદેશ કર્યો છે.-- વિજયસિંહ ચાવડા, સરકારી વકીલ

આરોપીને સખત સજા : આ સમગ્ર બાબતે સરકાર તરફથી વધુમાં રજૂઆત કરવામાં આવી હતી કે, હાલના સમયને ધ્યાનમાં રાખતા સમાજમાં નાની બાળકી અને સગીરાઓના અપહરણ તેમજ બળાત્કારની ગંભીર ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. આ કેસમાં આરોપીને ફરિયાદી સહિત તમામ સાક્ષીઓએ ઓળખી બતાવ્યો છે. તેની વિરુદ્ધના તમામ પુરાવા જોતા ફરિયાદ પક્ષનો કેસ સાબિત થાય છે . માટે આરોપીને સખત કેદની સજા કરવામાં આવે.

કોર્ટનો નિર્ણય : આ સમગ્ર મામલે કોર્ટનું મહત્વનું અવલોકન એ રહ્યું હતું કે, હાલમાં આવા પ્રકારના ગંભીર કેસ ખૂબ જ બની રહ્યા છે. લોકોએ જાગૃત થવાની ખૂબ જ જરૂર છે. સમાજમાં આવા ગુનેગારોમાં કાયદાનો ભય રહે તે પ્રકારે આરોપીને સજા આપવી જરૂરી છે.

  1. Ahmedabad News: કુખ્યાત ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીને અમદાવાદ સેશન્સ કોર્ટે 21 વર્ષની સજા ફટકારી
  2. તિસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમારની જામીન અરજી ફગાવતી કોર્ટ, અવલોકનમાં શું કહ્યું જૂઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.