ETV Bharat / state

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1276 નવા કેસો નોંધાયા - Gujarat Daily News

રાજ્યમાં રોજેરોજ નોંધાતા કોરોનાના કેસોની સંખ્યા 1200 પર પહોંચી છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા કોરોનાની ગાઈડલાઈનનું કડક પાલન કરવામાં આવે તે પ્રકારે આયોજન કરવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1276 નવા કેસો નોંધાયા

author img

By

Published : Mar 19, 2021, 4:25 PM IST

  • રાજ્યમાં કોરોનાના કેસોમાં થઈ રહેલો સતત વધારો
  • અમદાવાદ સહિત 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂની મુદ્દતમાં વધારો
  • વેક્સિનની આડઅસરનો અત્યાર સુધી એક પણ કિસ્સો નોંધાયો નથી

અમદાવાદ: છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ગુરૂવારે રાજ્યમાં કોરોનાના 1276 નવા કેસ નોંધાયા હતા. બીજી તરફ રિકવરી રેટ ઘટીને 96.42 ટકા થઇ થયો છે. કોરોનાના કારણે ગુરૂવારે રાજ્યમાં ત્રણ દર્દીઓના મોત પણ થયા હતા. જેની સાથે રાજ્યમાં નોંધાયેલા કુલ 5784 એક્ટિવ કેસો પૈકી 63 દર્દીઓ વેન્ટિલેટર પર, 5631 દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,71,305 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. તો 4433 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા હતા.

24 કલાકમાં સૌથી વધુ કેસ સુરતમાં નોંધાયા

વીતેલા 24 કલાકમાં સૌથી વધુ 394 કેસો સુરતમાં નોંધાયા છે. અમદાવાદમાં 311, વડોદરામાં 111 અને રાજકોટમાં 98 કોરોના કેસો નોંધાયા છે. રાજ્ય સરકાર દ્વારા 24,13,350 વ્યક્તિઓને વેક્સિનનો પ્રથમ ડૉઝ અને 5,67,671 વ્યક્તિઓને વેક્સિનનો બીજો ડૉઝ આપી દેવામાં આવ્યો છે. વેક્સિન મેળવ્યા બાદ અત્યાર સુધીમાં એકપણ વ્યક્તિને ગંભીર આડઅસર જોવા મળી નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.