ચારધામ યાત્રાના નામે છેતરપિંડી કરનારને સેટેલાઇટની પોલીસ વિભાગ ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપી દર્પણ પંડ્યાએ સેટેલાઇટની હદમાં આવેલા અંધજન મંડળના સંચાલકોને વિશ્વાસમાં લઇને બાળકોને ચારધામની યાત્રા સસ્તા ભાવે કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. દર્પણ પંડ્યાએ ચારધામની યાત્રા માટે દાતાઓ પાસેથી 12 લાખ જેટલું ઉઘરાણું ઉપરાંત બાળકોના સારસંભાળ રાખતા વ્યક્તિઓ પાસેથી 1.20 લાખ જેટલી રોકડ રકમ પણ ઉઘરાવી હતી.
આ ચારધામની યાત્રા ગુરૂવારે સવારે અમદાવાદથી બદ્રીનાથ જવા રવાના થઇ હતી. પરંતુ બસ ડ્રાઇવરને દર્પણ પંડ્યાએ પેમેન્ટ ન ચુકવતા સમગ્ર કૌંભાંડનો પર્દાફાશ થયો હતો. તો આ મામલે પોલીસ દ્વારા તપાસમાં હકીકત સામે આવી કે આરોપી દર્પણ પંડ્યાને 3.50 લાખનું દેવુ પણ ચારધામ યાત્રામાં ઉઘરાવેલા પૈસાથી ચુક્તે કર્યું છે. બસ ડ્રાઇવરને શંકા જતા તેઓએ બાળકોને પરત અમદાવાદના વૈષ્ણોદેવી મંદિરે લાવ્યા હતા. જેમાં ચાર કલાકની રાહ જોવા છતા પણ દર્પણ પંડ્યા આવ્યો ન હતો. ત્યારે આ મામલે ફરિયાદ થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
તો આ આરોપી દર્પણ પંડ્યા કલોલના ખૂની બંગલા પાસે વસવાટ કરે છે. તેઓ છેલ્લા કેટલાય સમયથી લોકો પાસેથી નાની મોટી રકમ લઇને છેતરપિંડી કરતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેના માતા-પિતા પણ અંધ હોવાનું પોલીસની પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યું છે.