ETV Bharat / state

અમદાવાદમાં 1 હજાર પ્રકારની ચા બનાવતું ઓટોમેટિક મશીન તૈયાર

દેશ હવે આત્મનિર્ભર ભારત(aatm nirbhar bharat) તરફ આગળ વધી રહ્યો છે. દેશમાં હવે લોકો નવી ટેકનોલોજીની શોધ પણ કરી રહ્યા છે. ત્યારે તમે ચા ના મશીન તો જોયા હશે પરંતુ એક હજાર પ્રકારની ચા બનાવતું મશીન(tea making machine) નહિ જોયું હોય. ત્યારે અમદાવાદના યુવાનોએ એક હજાર પ્રકારની ચા બનાવતું ઓટોમેટિક મશીન(automatic tea making machine) તૈયાર કર્યું છે. જેમાં ચા, કોફી, મેગી, જેવી અનેક વસ્તુઓ હાથ લગાવ્યા વિના બનાવી શકાય છે. આ ઉપરાંત મોબાઈલના ડિવાઇસ થકી તમે ચા બનાવી શકો છો. તો આવો જાણીએ આ મશીન વિશે.....

અમદાવાદમાં 1 હજાર પ્રકારની ચા બનાવતું ઓટોમેટિક મશીન તૈયાર
અમદાવાદમાં 1 હજાર પ્રકારની ચા બનાવતું ઓટોમેટિક મશીન તૈયાર
author img

By

Published : Nov 26, 2021, 1:13 PM IST

  • અમદાવાદમાં તૈયાર થયું એક હજાર પ્રકારની ચા બનાવતું મશીન
  • 3 વર્ષ બાદ તૈયાર કરાયું આ મશીન
  • હાથ લગાવ્યા વિના ચા તૈયાર થશે
  • પોતાના મનપસંદ સ્વાદ પ્રમાણે લોકો ચાની ચુસ્કી લઈ શકો છો

અમદાવાદઃ અમદાવાદના 4 એન્જિનિયર યુવાનો(Engineer youth) નોકરીની શોધમાં હતા ત્યારે એક ચા ની કીટલી પર આ યુવાનો ભેગા થયાને ચાનો સ્વાદ(taste of tea) તેમને ના ગમ્યો અને જ્યારે તેમને વિચાર આવ્યો કે એક ફુલ્લિ ઓટોમેટીક ચાનું મશીન(Fully automatic tea machine) બનાવીએ. ત્યારે 3 વર્ષ જેટલી મહેનત બાદ તેમણે આ મશીન તૈયાર કર્યું છે. જ્યારે આ મશીનમાં તમે તમારા મનપસંદ સ્વાદ પ્રમાણે ચા પી શકો છો. આ મશીનમાં 1000 પ્રકારના સ્વાદ તમે ડિવાઇસમાં એડ કરી શકો છો. આ મશીનમાં તમે હાથનો ઉપયોગ કર્યા વિના અને મોબાઇલની મદદથી ચા કોફી બનાવી(Making tea coffee using mobile) પી શકો છો. તેમજ કોઈ પણ ગ્રાહકને રોબોટ દ્વારા ચા આપવામાં આવશે. ગ્રાહકને જે સ્વાદ પસંદ હોય તે ડિવાઇસમાં એડ કરો એટલે એ સ્વાદ પ્રમાણે તમને ચા મળી જાય. ત્યારે હવે આ એન્જિનિયર યુવાનો દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ આ મશીન વેચી રહ્યા છે. જે આત્મનિર્ભર ભારતનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.

મશીન તમામ વસ્તુઓ ભારતની વાપરવામાં આવી છે

આ ઉપરાંત આગામી સમયમાં ફુલ્લિ ઓટોમેટિક કેફે(Fully automatic cafe) પણ તૈયાર કરી રહ્યા છે. જેમાં કોઈ પણ માણસની જરૂર નહીં પડે. તેમજ તેમને મેડ ઇન ઇન્ડિયા(Made in India) રોબોટ પણ તૈયાર કર્યો છે. ત્યારે આ મશીનમાં તમામ વસ્તુઓ ભારતની જ વાપરવામાં આવી છે એક પણ વસ્તુ વિદેશની વાપરવામાં આવી નથી. ત્યારે આ મશીન દૂધ તેમજ પાણીની માત્રા પોતાના ડિવાઇસ પ્રમાણે પોતાની જાતે એડ કરે છે.

તમારા સ્વાદ પ્રમાણે તમે ચા બનાવી શકો છો

આ મશીનમાં ચા તેમજ અનેક વસ્તુઓ તમે તમારા સ્વાદ પ્રમાણે બનાવી શકો છો. ત્યારે હાલમાં ગુજરાતમાં આ પ્રકારનું પ્રથમ મશીન તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે બજારમાં બધી જગ્યાએ ચા નો સ્વાદ જુદો જુદો જોવા મળે છે ત્યારે હવે આ મશીન દ્વારા એક સરખો તેમજ પોતાના સ્વાદ પ્રમાણે તમે ચા નો સ્વાદ માણી શકશો. ત્યારે 30 તારીખે આ યુવાનોને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના(CM Bhupendra Patel) હસ્તે એવોર્ડ પણ એનાયત કરવામાં આવશે.

યુવાનોએ આત્મ નિર્ભય તરફ પગલું ભર્યું

આ યુવાનો ભારત દેશ આત્મનિર્ભર(aatm nirbhar bharat) બને તે દિશામાં કામ કરી રહ્યા છે. જ્યારે આગામી સમયમાં આ યુવાનો દેશનું પ્રથમ એવું કેફે બનાવી રહ્યા છે કે જે ફુલ્લિ ઓટોમેટિક હશે. જેમાં કોઈ માણસની જરૂર નહીં પડે રોબોટ જ ગ્રાહક જોડે વાત કરીને તેમનો ઓર્ડર લેશે અને તેમની જગ્યાએ તેમને વસ્તુ આપવામાં આવશે. જ્યારે સરકાર દ્વારા અગાઉ પણ અનેક એવોર્ડ આ યુવાનોને આપવમાં આવ્યા છે.

આ પણ વાંચોઃ ભારતની નિકાસમાં ગયા વર્ષની સરખામણીમાં 35 ટકાનો ઉછાળો

આ પણ વાંચોઃ NASAએ એસ્ટરોઇડથી પૃથ્વીની સુરક્ષાને ચકાસવા માટે લોન્ચ કર્યું અવકાશયાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.