ETV Bharat / sports

Tokyo Olympics 2020: મહિલા ફ્રીસ્ટાઈલ કુશ્તીમાં સોનમ મલિક મોંગોલિયાની ખેલાડી સામે હારી - મહિલાઓની કુશ્તી

એપ્રિલમાં અલમાટીમાં એશિયન ક્વોલિફાયર્સમાં બીજો ક્રમ મેળવ્યાં બાદ સોનમે ( Sonam Malik ) ક્વોલિફાય કર્યું હતું. તેની પ્રતિસ્પર્ધી મોંગોલિયાની બોલોરતુયા ખુરેલખુએ 2021 એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર જીત્યો હતો.

Tokyo Olympics 2020: મહિલા ફ્રીસ્ટાઈલ કુશ્તીમાં સોનમ મલિક મોંગોલિયાની ખેલાડી સામે હારી

author img

By

Published : Aug 3, 2021, 1:08 PM IST

  • 62 કિલો વર્ગમાં ભારતની કુશ્તીબાજ સોનમ મલિક મુકાબલો હારી
  • મોંગોલિયાની બોલોરતુયાએ એકસાથે બે પોઇન્ટના આધારે મુકાબલો જીત્યો
  • બોલોરતુયા ફાઈનલમાં ન પહોંચી શકતાં સોનમને રીપચેજ તક ન મળી

ટોક્યો: કુસ્તીબાજ સોનમ મલિક ( Sonam Malik ) અહીં ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા ફ્રી સ્ટાઇલ 62 કિલો વર્ગમાં મંગોલિયાની બોલોરતુયા ખુરેલખુ સામે મુકાબલો હારી ગઇ છે. 19 વર્ષની ભારતીય કુશ્તીબાજ સોનમ મલિક મેચના છેલ્લા રાઉન્ડમાં હારી ગઈ હતી.

આ રીતે ગુમાવી મેચ

સોનમની ( Sonam Malik ) રક્ષણાત્મક રણનીતિ તેને ઉપયોગી ન બની શકી અને તેને મેચ ગુમાવવી પડી છે. એપ્રિલમાં અલમાટીમાં એશિયન ક્વોલિફાયર્સમાં બીજો ક્રમ મેળવ્યા બાદ સોનમે ક્વોલિફાય કર્યું હતું. જ્યારે બોલોરતુયાએ 2021 એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર જીત્યો હતો. અંત સુધી સ્કોર 2-2 હતો પરંતુ બોલોરતુયાને બીજા રાઉન્ડમાં એક સાથે બે પોઈન્ટના આધારે વિજેતા જાહેર કરવામાં આવી હતી.. પ્રથમ રાઉન્ડના અંત સુધી સોનમે 1-0ની લીડ મેળવી હતી. બીજા રાઉન્ડમાં પણ સોનમે એક પોઇન્ટ બનાવ્યો હતો અને 2-0ની લીડ મેળવી લીધી હતી.

રીપેચેજનો મોકો ન મળ્યો

બોલોરતુયા જોકે એક સાથે બે પોઇન્ટ સાથે બીજો રાઉન્ડ જીતી ગઇ હતી. હાર છતાં સોનમ ( Sonam Malik ) માટે મેડલની આશા હતી કેમ કે બોલોરતુયા ફાઇનલમાં પહોંચી ગઇ હોત તો સોનમને રીપેચેજ રમવાની તક મળી હોત. જોકે, બોલોરતુયા તેની આગામી મેચ માત્ર 50 સેકન્ડમાં હારી ગઇ જેથી સોનમ માટે ટોક્યો ઓલિમ્પિકની યાત્રાનો પણ અંત આવી ગયો હતો.

આ પણ વાંચોઃ Tokyo Olympics 2020: ભારત અને બેલ્જિયમ વચ્ચે કાંટાની ટક્કરમાં ભારતની 5-2થી હાર

આ પણ વાંચોઃ Tokyo Olympics 2020: હાર જીતએ જીવનનો ભાગ છે, ભારતીય પુરુષ હોકી ટીમે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું: વડાપ્રધાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.