ETV Bharat / sports

Tokyo Olympics 2020 : ભારત વધુ એક મેડલની નજીક, પી. વી. સિંધૂ પહોંચી સેમિફાઈનલમાં..

પી. વી. સિંધૂએ રોમાંચક મેચમાં જાપાનની અકાને યામાગુચીને હરાવી દીધી છે. સિંધૂએ યામાગુચીને 21-13, 22-20થી માત આપી હતી.

Tokyo Olympics 2020
Tokyo Olympics 2020
author img

By

Published : Jul 30, 2021, 3:19 PM IST

  • ભારત વધુ એક મેડલની નજીક
  • પી.વી. સિંધૂની ક્વોર્ટર ફાઈનલમાં જીત
  • જાપાનની યામાગુચીને 2-0થી હરાવી

ટોક્યો : ભારતીય સ્ટાર બેડમિન્ટન પ્લેયર પી. વી. સિંધૂએ ક્વોર્ટર ફાઈનલમાં જાપાનની અકાને યામાગુચીને 2-0થી હરાવીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું છે. આ સાથે ભારત માટે વધુ એક મેડલની આશા પ્રબળ થઈ છે.

સિંધૂનું ફૂટવર્ક ખૂબ જ સરસ રહ્યું

પ્રથમ સેટમાં પી. વી. સિંધૂએ ચપળતાથી પોઈન્ટ્સ મેળવવા માટે પિન પોઈન્ટ, ડ્રોપ શોટ્સનો ઉપયોગ કર્યો હતો. આ સેટમાં સિંધૂનું ફૂટવર્ક ખૂબ સરસ રહ્યું હતું. આ અગાઉ તે હોન્ગ કોન્ગની ચેઉંગને 2-0થી અને ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ડને હરાવી ચૂકી છે. આજની મેચ જીતીને પી. વી. સિંધૂએ સેમિફાઈનલમાં પોતાનું સ્થાન મેળવી લીધું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.