- ઓલિમ્પિક ખેલાડીઓ પરત ફર્યા ભારત
- ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળ્યા ખેલાડીઓ
- સાંજે 6.30 કલાકે દિલ્હીની અશોકા હોટેલમાં કરાશે સન્માન
ન્યૂઝ ડેસ્ક: ટોક્યો ઓલિમ્પિક્સમાં ઈતિહાસ રચ્યા બાદ ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ આજે નવી દિલ્હી પહોંચ્યા હતા. સોમવારે રાજધાનીમાં સાત મેડલ વિજેતા અને અન્ય ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંજે 6.30 કલાકે દિલ્હીની અશોકા હોટેલમાં સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
-
🇮🇳 Athletics team is back from #Tokyo2020
— SAIMedia (@Media_SAI) August 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Let's welcome them by sharing our #Cheer4India messages and encourage them for their future competitions. #Olympics #TeamIndia pic.twitter.com/UOubtFBas2
">🇮🇳 Athletics team is back from #Tokyo2020
— SAIMedia (@Media_SAI) August 9, 2021
Let's welcome them by sharing our #Cheer4India messages and encourage them for their future competitions. #Olympics #TeamIndia pic.twitter.com/UOubtFBas2🇮🇳 Athletics team is back from #Tokyo2020
— SAIMedia (@Media_SAI) August 9, 2021
Let's welcome them by sharing our #Cheer4India messages and encourage them for their future competitions. #Olympics #TeamIndia pic.twitter.com/UOubtFBas2
ભારતનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન
ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતે ઈતિહાસ રચ્યો છે. આ વખતે ભારતને 7 મેડલ મળ્યા છે, જે કોઈપણ ઓલિમ્પિકમાં ભારતનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. જેમાં એક ગોલ્ડ મેડલ, બે સિલ્વર મેડલ અને ચાર બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારતીય પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો, જ્યારે મહિલા ટીમ ચોથા સ્થાને રહી. બંને ટીમોએ પોતાના પ્રદર્શનથી ચાહકોના દિલ જીતી લીધા હતા. 41 વર્ષ પછી, પુરુષ હોકી ટીમે ઓલિમ્પિક મેડલ પોતાના ખાતે નોંધાવી દેશને ગૌરવ અપાવ્યું, જ્યારે મહિલા ટીમ ભલે મેડલ ચૂકી ગઈ હોય, પરંતુ તેની રમત અને જુસ્સાથી દરેકનું દિલ જીતી લીધું હતું. સાથે જ નીરજ ચોપરાએ જેવેલિન થ્રોમાં દેશ માટે ગોલ્ડ મેળવી દેશનું ગૌરવ વધાર્યુ છે.
ખેલાડીઓનું કરાશે સન્માન
ટોક્યો ઓલિમ્પિકમાં તેમના શાનદાર પ્રદર્શન બાદ હવે ભારતીય ખેલાડીઓ આખરે સ્વદેશ પરત ફરી રહ્યા છે. આજે ભારતીય પુરુષ હોકી ટીમ અને મહિલા ટીમનું કેન્દ્રીય રમત પ્રધાન અનુરાગ ઠાકુર દ્વારા અશોકા હોટલમાં સન્માન કરવામાં આવશે.
-
#TokyoOlympics gold medalist javelin thrower Neeraj Chopra arrives at Delhi airport from Japan; welcomed by BJP MP Tejasvi Surya and others
— ANI (@ANI) August 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
(Photo source: Tejasvi Surya's Twitter account) pic.twitter.com/pkyRyYEuGR
">#TokyoOlympics gold medalist javelin thrower Neeraj Chopra arrives at Delhi airport from Japan; welcomed by BJP MP Tejasvi Surya and others
— ANI (@ANI) August 9, 2021
(Photo source: Tejasvi Surya's Twitter account) pic.twitter.com/pkyRyYEuGR#TokyoOlympics gold medalist javelin thrower Neeraj Chopra arrives at Delhi airport from Japan; welcomed by BJP MP Tejasvi Surya and others
— ANI (@ANI) August 9, 2021
(Photo source: Tejasvi Surya's Twitter account) pic.twitter.com/pkyRyYEuGR
ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાનું કરાયું સ્વાગત
નીરજ ચોપરાએ જેવેલિન થ્રોમાં 87.58 મીટરના અંતરે જેવેલિન ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટમાં ભારતે પ્રથમ વખત ઓલિમ્પિક મેડલ જીત્યો છે. ભારત પરત ફર્યા બાદ એરપોર્ટ પર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.