- ગુજરાતની દિકરી ઓલિમ્પિક્સની બહાર
- માના પટેલ સેમિફાઈનલમાં ક્વોલિફાય થતા રહી ગઈ
- એકંદરે 39માં ક્રમાંકે, પોતાની હીટમાં 1 મિનીટ 5.20 સેકન્ડનો સમય લીધો
ટોક્યો : 25 જુલાઈના રોજ ભારતીય સ્વિમર માના પટેલે ટોક્યો ઓલિમ્પિક્સમાં મહિલાઓની 100 મીટર બેકસ્ટ્રોક સ્વિમિંગ સ્પર્ધામાં પોતાની હીટમાં બીજો ક્રમાંક મેળવતા સેમિફાઈનલ માટે ક્વોલિફાય થવાના નિષ્ફળ રહી છે.
એક મિનીટ 5.20 સેકન્ડનો ટાઈમ લીધો
પ્રથમ વખત ઓલિમ્પિક્સમાં ભાગ લઈ રહેલી માના પટેલે એક મિનીટ 5.20 સેકન્ડનો સમય લીધો હતો. તેની હીટમાં ઝિમ્બાબ્વેની ડોનાટા કાતાઈ એક મિનીટ 2.73 સેકન્ડના સમય સાથે ટોચ પર રહી હતી. 21 વર્ષીય માના એકંદરે 39માં ક્રમાંકે રહી હતી.
સ્વિમિંગમાં ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય થનારી ભારતની પ્રથમ મહિલા સ્વિમર
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડીયા (SAI) દ્વારા ગત 2 જુલાઈના રોજ પોતાના ટ્વિટર હેન્ડલ પર જાહેરાત કરવામાં આવી હતી અને ગુજરાતની 21 વર્ષીય બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલની ટોક્યો ઓલિમ્પિક્સ માટે પસંદગી થઈ છે. માના ઓલિમ્પિક્સ માટે પસંદ થનારી ભારતની પ્રથમ મહિલા અને ત્રીજી ભારતીય સ્વિમર છે. આ અગાઉ શ્રીહરિ નટરાજ અને સાજન પ્રકાશ સ્વિમિંગમાં ભારત માટે ક્વોલિફાય કરી ચૂક્યા છે.