- દિવ્યાંગ બે મહિલા પેરાલિમ્પિક્સ રમવા જાપાન જશે
- મુખ્યપ્રધાન રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી
- અમારુ સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યું, અમોને પુરો કોન્ફિડન્સ છે કે અમે જીતીને આવીશુંઃ ભાવિના
અમદાવાદઃ 1973 પછી સૌપ્રથમ વખત ભારતમાંથી બે મહિલા પેરાલિમ્પિક્સ (Paralympic Games) માં કવોલીફાઈ થઈ છે. જે જાપાનના ટોકિયો(Tokyo)માં ટેબલ ટેનિસ રમવા જશે. આવો આપણે ટેબલ ટેનિસ પ્લેયર ભાવિના પટેલ, સોનલ પટેલ અને કોચ લાલન દોશી સાથે વાત કરીએ.
જવાબઃ
સોનલઃ હું પેરા ઓલેમ્પિકમાં સીલેક્ટ થઈ છું, તો માને સારુ લાગે છે અને મારો ગોલ હતો કે હું ઓલેમ્પિકમાં પાર્ટિસિપેટ કરું.
ભાવિનાઃ મને પણ ખૂબ આનંદ છે અને મારુ તો સ્વપ્ન હતું કે કે ઓલેમ્પિકમાં રમવા જવું. હાલ હું પુરા જોશ સાથે કામ કરી રહી છું. મને પોતાને કોન્ફિન્ડસ આવી ગયો છે કે અમે સારુ પ્રદર્શન કરીશું અને ભારત દેશનો ઝંડો ફરકાવીને આવીશું.
આ પણ વાંચોઃ Tokyo 2020 Paralympics માટે અમદાવાદની બે દિવ્યાંગ મહિલા ક્વોલિફાય, ટેબલ ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
પ્રશ્નઃ લાલન દોશી તમે બન્ને ટેબલ ટેનિસ પ્લેયર્સના કોચ છો, તો હવે પેરા ઓલેમ્પિક માટે તમે કેટલી તૈયારી કરાવી છે?
જવાબઃ આપણા બન્ને પ્લેયર્સ દેશમાં અને વિશ્વ સ્તરે રેન્કર છે. ભાવિના પટેલ છે તે વિશ્વ સ્તરે 8મો ક્રમાંક ધરાવે છે અને સોનલ પટેલ વિશ્વ સ્તરે 19માં ક્રમાંક ધરાવે છે. મેડલ લાવવા માટે આપણું રેન્કિંગ સારુ જ છે. એશિયામાંથી પણ ભાવિના અને સોનલ મેડલ લઈને પાછા આવ્યાં છે. અત્યારે અમે અલગ-અલગ દેશના ટેબલ ટેનિસ પ્લેયર્સના વીડિયો જોઈ રહ્યા છીએ અને અભ્યાસ કરી રહ્યા છીએ. અત્યારે હાલ 8થી 9 કલાક પ્રેકટિસ કરી રહ્યા છીએ. અમે એકસ્ટ્રા એક્વિવિટી બંધ કરી દીધી છે. ભાવિના જોબ કરે છે, તેમાં તેમણે રજા લઈ લીધી છે અને હાલ પ્રેકટિસ કરવામાં મન પરોવી લીધું છે. સોનલ અને તેમના પતિનો પણ ખૂબ સપોર્ટ છે.
પ્રશ્નઃ આપને ટેબલ ટેનિસ રમવાનું કયારથી શરૂ કર્યું અને તેની પ્રેરણા ક્યાથી મળી?
જવાબઃ
સોનલઃ 12 વર્ષથી હું ટેબલ ટેનિસ રમી રહી છું અને મને બ્લાઈન્ડ પીપલ્સ એસોસિએશને આ સ્ટેજ આપ્યું છે. ત્યાં હું આઈટીઆઈમાં કોમ્પયુટર કલાસ કરી રહી હતી, ત્યાં મારા મિત્રોની ટેબલ ટેનિસ મેચ રમાતી હતી, મને ઈચ્છા થઈ અને બસ હું રમતી થઈ. અત્યાર સુધીમાં હુ 25 દેશમાં ભારતનું રીપ્રેઝન્ટ્સ કરી આવી છું અને 25 મેડલ પણ જીતી આવી છું.
ભાવિનાઃ હું બ્લાઈન્ડ પીપલ્સ એસોસિએશનમાં આવી હતી, ત્યારે હું એક નાના ગામડામાંથી આવી છું. ટેબલ ટેનિસ રમવી મારા માટે એક ચેલેન્જ હતી. પણ બ્લાઈન્ડ પીપલ્સ એસોસિએસને મને આ તક પુરી પાડી. જે પછી મને ટેબલ ટેનિસમાં જ આગળ વધવાની પ્રેરણા મને ત્યાંથી મળી.
પ્રશ્નઃ આપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છો, તેઓ પણ સ્પોર્ટ્સ પ્રત્યે ખૂબ રસ ધરાવે છે. તેમની સાથે વાત કરી હતી, તેમની સાથે વાત કરવાનો અનુભવ કેવો રહ્યો?
જવાબઃ
ભાવિનાઃ હા આ વાત શેર કરવા માંગશી. અમે 2010માં જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના સીએમ હતા, ત્યારે અમે કોમનવેલ્થ જીતીને આવ્યાં હતા, અને તેમણે આશિર્વાદ આપ્યા હતા, તે વાત તેમને યાદ હતી. વડાપ્રધાન તરીકે જ્યારે મળવા ગયા ત્યારે તે જૂની યાદ તેમણે વાગોળી હતી. તેમણે તે વખતે અમારી વ્હીલચેરને પુશ કરીને આશિર્વાદ આપ્યાં હતા. અમારો ચેહરો જોઈને તેમણે અમને ઓળખી લીધા હતા અને કહ્યું હતું કે હા યે હમારી હી બેટિયાં હૈ... મોદી સરે અમને સારુ એવું પ્રોત્સાહન આપ્યું હતું.
પ્રશ્નઃ આપ ગુજરાતના સીએમ વિજય રૂપાણીને મળીને આવો છો, તો સીએમ રૂપાણીએ આપને શું કહ્યું?
જવાબઃ રૂપાણીજીએ અમને શુભેચ્છા આપી છે. તમે ખૂબ ખૂબ આગળ વધો. આપણો ભારત દેશ અને ગુજરાત માટે મેડલ લઈને આવો.
પ્રશ્નઃ આપ બન્ને અનેક દેશોમાં ટેબલ ટેનિસ રમીને આવ્યાં છો, ત્યાં આપનો અનુભવ કેવો રહ્યો છે અને ત્યાં તમને કેવું સમ્માન મળ્યું? કોઈ એકાદ અનુભવ શેર કરશો?
જવાબઃ
ભાવિનાઃ બિલકુલ, અમે પહેલી વાર જોર્ડન ગયા ત્યારે અમારી ફર્સ્ટ ટુર્નામેન્ટ હતી. તો અમારા માટે નવો અનુભવ હતો. નવા રમતવીર હતા, અમે શીખી રહ્યા હતા, તે સિવાય અમે બીજા દેશમાં ગયા ત્યાં બીજા ટેબલ ટેનિસ પ્લેયર્સ રમતા હતા, તે જોઈએ તો માત્ર બોલનો અવાજ સંભળાતો હતો ટક ટક.... આ લોકો આવું કેવી રીતે રમી શકે? પણ મે નક્કી કર્યું હતું કે ચીનના લોકોને અમે હરાવીશું. તે દિવસ હવે આવી ગયો છે.
સોનલઃ અમે ચાઈના, તેઈપેઈ, જોર્ડન, જર્મની જેવા અનેક દેશમાં રમ્યા છીએ, તો અમે તે પ્લેયર્સોને જોઈને આશ્ચર્ય થતું હતું અને એવું થતું કે આ લોકો જે રીતે રમી રહ્યા છે, તેવું અમે કયારે રમીશું. પણ અમે પુરી તૈયારી કરી છે, અને હવે અમને પુરો વિશ્વાસ છે કે અમે જીતીશું.
આ પણ વાંચોઃ 2021માં આ તારીખોએ રમાશે ટોક્યો ઓલિમ્પિક
પ્રશ્નઃ કોચ તરીકે વિશ્વના દેશોમાં અને ભારતમાં સ્પોર્ટસ તરીકે તમારો અનુભવ કેવો રહ્યો છે?
જવાબઃ ભારતમાં સ્પોર્ટસનું વાતાવરણ સારુ જ છે. પણ ચીન પાસેથી એક વસ્તુ શીખવાની છે કે ઓલેમ્પિક પહેલા માર્કેટમાં ચાઈના પ્લેયર્સના મોટી સંખ્યામાં વીડિયો ફરતાં હોય છે, જેથી અનેક ટ્રિક તમને શીખવા અને જોવા મળે છે. સોશિયલ મીડિયાનો જમાનો છે, જેથી વીડિયો વાયરલ થઈ જાય છે, અને તેનો લાભ તેઓ લઈ જાય છે. પણ ભારતના પ્લેયર્સોએ આવા વીડિયો જોઈને તેની રીતે પોતાની ટ્રિક અજમાવીને પ્રેકટિસ કરવી જોઈએ.
સોનલ પટેલ, ભાવિના પટેલ અને લાલન દોશી અમદાવાદ સ્ટુડિયોમાં આપ આવ્યાં તે બદલ આપનો આભાર જાપાનમાં પેરા ઓલેમ્પિકમાં આપ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ભારત દેશનું નામ રોશન કરીને આવો તેવી ETV Bharat તરફથી આપને શુભેચ્છા.
ભાવિના પટેલની ETV BHARAT સાથેની વાતચીત
ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 માં મહિલા ટેબલ ટેનિસની ફાઇનલમાં સિલ્વર મેડલ જીત્યો છે. પેરાલિમ્પિક્સ પહેલા ભાવિના પટેલે ETV BHARAT સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મહેનત અને સમર્પણથી કંઈ પણ અશક્ય નથી. વાંચો સંપૂર્ણ સમાચાર ..
ભાવિના પટેલની ETV BHARAT ગુજરાત બ્યુરો ચીફ ભરત પંચાલ સાથેની વાતચીત
ETV BHARAT ગુજરાત બ્યુરો ચીફ ભરત પંચાલ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, ટોક્યોમાં પેરાલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય થવાનું મારું હંમેશા સપનું રહ્યું છે અને તે માટે હું મારી તમામ તાકાત અને મહેનત સાથે કામ કરી રહ્યી છું. ભાવિનાએ કહ્યું કે તે એક નાનકડા ગામમાંથી આવે છે, તેથી શહેરમાં રહેવું અને તે મુજબ પોતાને ઢાળવું એક પડકાર હતો, પરંતુ ધીરે ધીરે બધું સારું થઈ ગયું. તેમણે કહ્યું કે બ્લાઇન્ડ પીપલ એસોસિએશને તેમની રમતને આગળ વધારવા માટે એક સારું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. તેમની પ્રેરણાથી જ હું આગળ વધી છું.
ભાવિનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત વિશે જણાવ્યું
ટોક્યો પેરાલિમ્પિક્સ માટે રવાના થતા પહેલા ETV સાથે વાત કરતા ભાવિના કોચ લલન દોશીએ કહ્યું હતું કે દરેક દેશના ખેલાડીઓ મેચનો વીડિયો જોયા બાદ તેઓ આગળની રણનીતિ બનાવે છે. તેમણે કહ્યું કે ભાવિના દરરોજ 8 થી 9 કલાક સખત પ્રેક્ટિસ કરે છે અને વિશ્વમાં તેનો 8 મો ક્રમ છે. ભાવિનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત વિશે જણાવ્યું હતું કે, 2010 ની કોમનવેલ્થ ગેમ્સ વખતે પણ તેમણે રમતના પ્રદર્શન માટે અભિનંદન આપ્યા હતા, તે સમયે વડાપ્રધાન ગુજરાતના મુખ્યપ્રધાન હતા.
ભાવિનાએ પહેલીવાર જાર્ડનમાં મેચ રમવા ગઇ ત્યારના અનુભવો કર્યા શેર
ભાવિનાએ કહ્યું કે જ્યારે તે પહેલીવાર જાર્ડનમાં મેચ રમવા ગઈ ત્યારે ચીન, કોરિયા અને અન્ય દેશોના ખેલાડીઓને જોઈને લાગ્યું કે, એક દિવસ ચોક્કસ આવશે. જ્યારે તેઓ તેમને હરાવશે. આજે તે દિવસ આવી ગયો છે. તે પોતાની સફળતાનો શ્રેય બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન, પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા (PCI), સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI), ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા ઉપરાંત કોચ, પરિવાર અને મિત્રોને આપે છે.
કેમેરામેન મુકેશ ડોડિયા સાથે ભરત પંચાલ