ETV Bharat / sports

સાનિયા મિર્ઝાની કારકિર્દીની પાંચ યાદગાર જીત - ફ્રેન્ચ ઓપન

ભારત જેવો દેશ કે જ્યાં ક્રિકેટની એક ધર્મ તરીકે પૂજા થાય છે તેવા દેશમાં સાનિયા મિર્ઝાએ ફિમેલ ટેનિસ પ્લેયર તરીકે સર્વોચ્ચ સ્થાન કંડાર્યું છે. તેણે ભારતમાં સિંગલ્સ અને ડબલ્સ એમ બંને રમતોમાં પોતાનું આગવું સ્થાન ઉભું કર્યું છે. સાનિયાની પ્રતિષ્ઠા કેટલી છે તેનો અંદાજ તેના ફેન ફોલોઇંગ પરથી પણ લગાવી શકાય તેમ છે.

Top 5 wins Sania Mirza
પાંચ યાદગાર જીત
author img

By

Published : Apr 2, 2020, 7:40 PM IST

હૈદરાબાદઃ પોતાના ફોરહેન્ડl ગ્રાઉન્ડ સ્ટ્રોક માટે જાણીતી સાનિયા મિર્ઝાએ ભારતમાં વિમેન્સ ટેનિસમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે. ભારત જેવો દેશ કે જ્યાં ક્રિકેટની એક ધર્મ તરીકે પૂજા થાય છે તેવા દેશમાં સાનિયા મિર્ઝાએ ફિમેલ ટેનિસ પ્લેયર તરીકે સર્વોચ્ચ સ્થાન કંડાર્યું છે. તેણે ભારતમાં સિંગલ્સ અને ડબલ્સ એમ બંને રમતોમાં પોતાનું આગવું સ્થાન ઉભું કર્યું છે. સાનિયાની પ્રતિષ્ઠા કેટલી છે તેનો અંદાજ તેના ફેન ફોલોઇંગ પરથી પણ લગાવી શકાય તેમ છે.

Top 5 wins Sania Mirza
સાનિયા મિર્ઝા

સાનિયા મિર્ઝાએ વિમેન્સ ટેનિસમાં ભારતને ઘણા ‘ફર્સ્ટ’ અપાવ્યા છે. ગ્રાન્ડ સ્લેમના ચોથા રાઉન્ડમાં પહોંચનારી તે પ્રથમ ભારતીય મહિલા છે. ગ્લાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર તે પ્રથમ ભારતીય મહિલા છે. આ ઉપરાંત WTA ટાઇટલ સહિત અનેક પ્રખ્યાત મેચ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા છે. 33 વર્ષીય સાનિયા મિર્ઝાએ તેની સોનેરી કારકિર્દીમાં ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સમાં છ ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે અને ટેનિસમાં તેની સિદ્ધિઓ અનન્ય છે. 2003થી લઇને 2013માં તે સિંગલ્સમાંથી નિવૃત્ત થઇ ત્યાં સુધી WTAએ તેને બંને કેટેગરીમાં ભારતની નંબર વન પ્લેયરનો રેન્ક આપેલો છે.

સાનિયા મિર્ઝાના પાંચ મહાન વિજય
Top 5 wins Sania Mirza
સાનિયા મિર્ઝાના પાંચ મહાન વિજય

વિમ્બ્લ્ડન ટ્રોફી

12 વર્ષ સુધી પ્રોફેશનલ ટેનિસ પ્લેયર તરીકે રમ્યા બાદ સાનિયાએ 2015 વિમ્બ્લ્ડન ચેમ્પિયનશિપમાં વિમેન્સ ડબલ્સમાં સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું હતું. તેણે અને માર્ટિન હિંગિસે ભેગા થઇને રશિયન ટીમ એક્ટેરિના મેકેરોવા અને એલિના વેસ્નિનાને પરાજય આપ્યો હતો. ભારતીય અને સ્વિત્ઝર્લેન્ડની મહિલા ખેલાડીની આ જોડીએ તે વર્ષે વિમ્બ્લ્ડનમાં પ્રવેશ કર્યો હતો અને સહેજ પણ નિરાશ થયા વગર એક પછી એક નવા કીર્તિમાન સ્થાપિત કર્યા હતા. એક પણ સિંગલ સેટ હાર્યા વગર તેમણે વિજય પથ પર પોતાની કૂચ જારી રાખી હતી. ફાઇનલમાં સાનિયા-હિંગિસની જોડી પ્રથમ સેટ ડ્રોપ કર્યા બાદ બાઉન્સ બેક થઇ હતી અને રશિયાની જોડી એક્ટેરિના મેકેરોવા અને એલિના વેસ્નિનાને 5-7, 7-6, 7-5થી મહાત આપી હતી. સાનિયા પ્રતિષ્ઠિત વિમ્બ્લ્ડનનો ખિતાબ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની અને તેણે ભારતીય મહિલા ટેનિસમાં એક નવો ઇતિહાસ રચ્યો હતો.

Top 5 wins Sania Mirza
ફિમેલ ટેનિસ પ્લેયર

સૌપ્રથમ WTA ટાઇટલ
2004માં ITF સિંગલ્સના છ ટાઇટલ પર કબજો જમાવ્યા બાદ સાનિયાની કારકિર્દીની સૌથી મોટી જીત 2005માં આવી હતી જ્યારે તેણે ફાઇનલમાં યુક્રેનની અલોના બોન્ડારેન્કોને 6-4, 5-7, 6-3થી હરાવીને સૌપ્રથમ વખત WTA સિંગલ્સનું ટાઇટલ જીત્યું હતું. આ ટાઇટલ એટલે પણ વિશેષ હતું કે સાનિયાએ તે તેના હોમટાઉન હૈદરાબાદમાં જીત્યું હતું. આ જીત સાથે સાનિયા WTA ટાઇટલ જીતનાર ભારતની સૌપ્રથમ મહિલા બની હતી.

ઑસ્ટ્રેલિયન ઓપન
સાનિયા મિર્ઝા તેના મિક્સ્ડ ડબલ પાર્ટનર મહેશ ભૂપતિ સાથે 2008માં ઑસ્ટ્રેલિયન ઓપનની મિક્સ્ડ ડબલ ફાઇનલ હારી હતી. જોકે આ જોડી 2009ની એડિશનમાં બમણી તાકાતથી ઊભરી હતી અને ફાઇનલમાં ફ્રેન્ચ અને ઇઝરાયેલી ખેલાડી નથાલી ડેકી અને એન્ડી રેમની જોડીને 6-3, 6-1થી હરાવી હતી અને પ્રતિષ્ઠિત ટાઇટલ પર પોતાનું નામ અંકિત કર્યું હતું.

Top 5 wins Sania Mirza
સાનિયા મિર્ઝાની કારકિર્દી

ફ્રેન્ચ ઓપન
સાનિયા અને તેના મિક્સ્ડ ડબલ પાર્ટનર ભૂપતિએ 2012માં ફરી એક વખત તેમની સર્વોપરિતા સાબિત કરી હતી અને ફ્રેન્ચ ઓપન ટાઇટલ પોતાના નામે કહ્યું હતું. સાનિયાની ડબલ્સમાં આ બીજી ગ્રાન્ડ સ્લેમ ટ્રોફી હતી અને પ્રથમ ફ્રેન્ચ ઓપન ટાઇટલ હતું. ભારતીય જોડીએ રસાકસીભરી ફાઇનલમાં પોલેન્ડના ક્લૌડિયા જેન્સ અને મેક્સિકોના સેન્ટિયાગો ગોન્ઝલેઝને 7,6 (7,3), 6,1થી હાર આપી હતી.

હોબર્ટ ઇન્ટરનેશનલ
ટેનિસમાં બે વર્ષ લાંબા મેટરનિટી બ્રેક બાદ સાનિયાએ 2020માં પાર્ટનર નાડિયા કિચેનોક સાથે હોબર્ટ ઇન્ટરનેશનલ ટ્રોફી જીતીને WTA સર્કિટમાં ફરી પદાર્પણ કરવાનું સપનું જોયું. યુક્રેન અને ભારતની આ જોડીએ બીજા ક્રમની ટોચની દેખાવકાર ચાઇનીઝ ટીમ શાઉઇ પેન્ગ અને શાઉઇ ઝેન્ગને 6-4 6-4થી કચડીને ખિતાબ પોતાને નામ કર્યો હતો. તે સાનિયાનું 42માં WTA ડબલ્સ ટાઇટલ હતું અને 2007માં અમેરિકન પાર્ટનર બેથેની મેટેક-સેન્ડ્સ સાથે રમેલી બ્રિસ્બેન ઇન્ટરનેશનલ ટ્રોફી બાદનું પ્રથમ ટાઇટલ હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.