હૈદરાબાદ: જે દેશમાં ક્રિકેટની પૂજા કરે છે, તે દેશના એક ખેલાડીએ ટેનિસની દુનિયામાં એક અલગ જ સ્થાન મેળવ્યું છે. આ કોઇ બીજું નથી, પરંતુ ભારતની સ્ટાર મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા છે, જેને શક્તિશાળી ફોરહેન્ડ ગ્રાઉન્ડ સ્ટ્રોક માટે જાણીતી છે.
સાનિયા મિર્ઝાએ ના માત્ર ટેનિસમાં ભારતને ઓળખ અપાવી નથી, પરંતુ કેટલાય લોકોને પ્રેરિત કર્યા છે. તે ભારતની અત્યાર સુધીની સર્વોચ્ચ રેન્ક પ્રાપ્ત કરનારી મહિલા ટેનિસ ખેલાડી છે. આ સાથે જ તે ગ્રાન્ડ સ્લેમના ચોથા રાઉન્ડમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા પણ છે.
આ તો કંઇ નહીં, આ ઉપરાંત સાનિયા મિર્ઝા ગ્રેન્ડ સ્લેમ ખિતાબ જીતનારી પહેલી ભારતીય મહિલા છે.
33 વર્ષની આ ખેલાડીની ઉપલ્બ્ધિઓનું લિસ્ટ પહેલી ભારતીય મહિલા છે. આ સાથે જ વર્ષ 2003થી 2013 સુધીમાં સાનિયાને ડબ્લ્યૂટીએ દ્વારા બંને શ્રેણીઓમાં ભારતને નંબર 1 ખેલાડીના રુપમાં સ્થાન આપવામાં આવ્યું છે.
પોતાના કરિયર દરમિયાન સાનિયા મિર્ઝાએ સ્વેતલાના કુઝનેત્સોવા, વેરા જ્વોનારેવા, મેરિયન બારટોલી, માર્ટિના હિંગિસ, દિનારા સફીના અને વિક્ટોરિયા અજારેંકા જેવા ખેલાડીઓ પર શાનદાર જીત મેળવી છે.
આવો તમને જણાવીએ કે, સાનિયા મિર્ઝાના આ શાનદાર કરિયરની પાંચ સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય જીત વિશે...
12 વર્ષ સુધી એક પેશેવર ટેનિસ ખેલાડીના રુપમાં રમ્યા બાદ સાનિયાએ 2015ના વિંબલડન ચેમ્પિયનશીપમાં પોતાની પહેલી મહિલા યુગલ ખિતાબ પર સફળતાપૂર્વક જીત મેળવી હતી. આ ફાઇનલ મૅચમાં તેમણે અને માર્ટિના હિંગિસે એકાતેરિના મકારોવા અને એલેના સેસ્નિનાની રુસિ ખેલાડીને માત આપીને વિંબલડનનો ખિતાબ જીત્યો હતો.
આ ઇન્ડો-સ્વિસ જોડીએ કોઇપણ મૅચ ગુમાવ્યા વગર પ્રવેશ કર્યો હતો. આ ફાઇનલ મૅચમાં સાનિયા-હિંગિસની જોડીને પહેલા સેટમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ બાદ તે બંનેએ વાપસી કરી હતી અને રુસી જોડી મકારોવા અને વેસ્નીનાને 5-7. 7-6, 7-5થી હરાવી હતી. આ જીતની સાથે સાનિયાએ ઇતિહાસ રચતા વિંબલડન ખિતાબ જીતનારી પહેલી ભારતીય મહિલા ખેલાડી બની હતી.
પહેલો ડબલ્યુટીએ ખિતાબ
2004માં છ આઇટીએફ એકલ ખિતાબ જીત્યા બાદ સાનિયાએ તેના કરિયરની સૌથી મોટી જીત 2005માં મેળવી જ્યારે તેમણે ફાઇનલમાં યૂક્રેનની નૌવી વરીયતા પ્રાપ્ત અલોના બોન્ડારેંકોને 6-4, 5-7, 6-3થી હરાવીને પોતાનો પહેલો ડબલ્યૂટીએ એકલ ખિતાબ જીત્યો હતો.
આ ખિતાબ વધુ ખાસ એટલે હતો કેમકે તેણીએ આ ખિતાબને તેના હોમટાઉન હૈદરાબાદમાં જીત્યો હતો. આ જીતની સાથે જ સાનિયા ડબલ્યુટીએ ખિતાબ જીતનારી પહેલી ભારતીય મહિલા બની હતી.
ઑસ્ટ્રેલિયન ઓપન
વર્ષ 2008ના ઑસ્ટ્રેલિયન ઓપનમાં ભારતની મિશ્રિત યુગલ જોડી સાનિયા મિર્ઝા અને મહેશ ભૂપતિએ ફાઇનલમાં હારનો સામનો કર્યો હતો. પરંતુ તેના પછીના વર્ષે જ આ જોડીએ શાનદાર વાપસી કરી હતી અને ખિતાબ કબ્જે કર્યો હતો.
વર્ષ 2009માં રમાયેલા ફાઇનલમાં સાનિયા મિર્ઝા અને મહેશ ભૂપતિએ ઇઝરાઇલની જોડી નાથાલી દેવી અને એન્ડી રામને 6-3, 6-1થી હરાવીને ઑસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો હતો.
ફ્રેન્ચ ઓપન
સાનિયા અને તેના મિશ્રિત યુગલના જોડીદાર મહેશ ભૂપતિએ 2012માં ફરી એકવાર પોતાને સાબિત કર્યા હતા. આ જોડીએ પોલિશ અને મૈક્સિકન જોડીદાર ક્લૌદિયા જાંસ અને સૈંટિયાગો ગોંઝલેઝને એક રોમાંચક મૅચમાં 7-6 (7-3), 6-1થી હરાવીને ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીત્યો હતો.
આ જીતની સાથે જ સાનિયા મિર્ઝાએ પોતાના કરિયરની બીજી ગ્રેન્ડ સ્લેમ અને પહેલી ફ્રેન્ચ ઓપન ખિતાબ મેળવ્યો હતો.
હોબાર્ટ ઇન્ટરનેશનલ
માતા બન્યા બાદ સાનિયા મિર્ઝા લગભગ 2 વર્ષ સુધી ટેનિસથી દૂર રહી હતી. હોબાર્ટ ઇન્ટરનેશનલ દ્વારા તેમણે કોર્ટ પર શાનદાર વાપસી કરી હતી અને ઉક્રેનની નાદિયા કિચેનોકની સાથે મળીને મહિલા યુગલનું ટાઇટલ પોતાના નામ કર્યું હતું.
આ ફાઇનલ મૅચમાં સાનિયા અને નાડિયાનો સામનો ચીનની જોડી શાઓ પેંગ અને શુઆઇ જૈંગથી થયો હતો. 21 મીનિટ સુધી ચાલનારા આ મૅચમાં સાનિયા અને નાડિયાની જોડીએ 6-4, 6-4થી જીત હાંસલ કરી હતી. આ સાનિયાના કરિયરનો 2જો ડબલ્યૂટીએ યુગલ ખિતાબ હતો.