સ્મૃતિ ભારતીય મહિલા ક્રિકેટમાં મોટું નામ ધરાવે છે. મહિલા હોય કે પુરૂષ, તે ટી-20 આંતરરાષ્ટ્રીયમાં તે સૌથી ઓછી ઉંમરની કેપ્ટન છે. મંધાન આ જ વર્ષે ફેબ્રુઆરીમાં દુનિયાની નંબર-1 વનડે બેટ્સમેન બની હતી.
વર્ષ 2018ની આઈસીસી મહિલા ખેલાડી રહેલી મંધાનાએ ગયા વર્ષે 12 એક દિવસીય મેચોમાં 669 રન અેન 25 ટી-20માં 622 રન બનાવ્યા હતા.
એશિયન ગેમ્સ 2018માં ટેનિસ પુરૂષ ડબલ્સમાં સ્વર્ણ પદ જીતનાર બોપન્નાએ આ દરમિયાન કહ્યું કે, 'અર્જુન પુરસ્કાર વિજેતા તરીકે ઓળખ મેળવવી મારી માટે ગર્વની વાત છે. હું આ પુરસ્કાર પ્રાપ્ત કરીને ઘણો ખુશ છું. રમત પ્રધાને મને પુરસ્કાર આપી સન્માનિત કર્યો અને તે ભારતમાં રમતને લઈને ખૂબ ચિંતિત છે.'