- કઈ રીતે આ ટૂર્નામેન્ટ સૌથી અલગ છે ?
લેવર કપ એક એવી ટૂર્નામેન્ટ છે. જ્યાં ટેનિસને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. ટીમ વર્લ્ડ અને ટીમ યૂરોપ ગત્ત ત્રણ વર્ષથી ટીમ યૂરોપનો દબદબો રહ્યો છે. જેનું કારણે રોજર ફેડરર, રાફેલ નડાલ, નોવાક જોકોવિચ જેવા દિગ્ગજ ખેલાડીઓ છે.
- કઈ રીતે ટીમની પસંદગી કરવામાં આવે છે.
ATP રેન્કિંગ અનુસાર યૂરોપ અને વર્લ્ડના ટોપ ખેલાડીઓની પસંદગી કરવામાં આવે છે. જેમાં કેટલીક ટીમ આ પ્રકારે છે.
- ટીમ યૂરોપ :
રાફેલ નડાલ, રોજર ફેડરર, ડોમિનિક થીમ, એલેકજેન્ડર જ્વેરેવ, સ્ટેફાનોસ સિતસિપાસ, ફૈબિયા ફોગનિની, રોબર્ટો બોટિસ્ટા એગેટ
- ટીમ વર્લ્ડ :
જૉન ઈસ્નર, મિલોસ રાઓનિક, નિક કિર્ગિયોસ, ડેનિસ શાપોલોવ, જૈક સૉક, ટેલર ફ્રિટજા, જૉર્ડન થૉમ્પસન
- નોવાર્ક જોકોવિચ ઈજાગ્રસ્ત હોવાને કારણે આ સીઝનમાં ભાગ લીધો નથી.
- ક્યાંથી આવ્યો આ ટૂર્નામેન્ટનો વિચાર અને કઈ રીતે પડ્યું નામ ?
ઓસ્ટ્રેલિયાના મહાન ટેનિસ ખેલાડી રૉડ લેવરના નામ પર આ ટૂર્નામેન્ટનું નામ રાખવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટનો વિચાર દિગ્ગજ ખેલાડી રોજર ફેડરરે આપ્યું છે. રોજર ગોલ્ફના રાઈડર કપથી પ્રભાવિત હતા.
રોજરફેડરરે આ વિચાર સૌની સામે રાખ્યો હતો. જ્યાં ફેડરરની મેનેજમેન્ટ ફર્મ ટેનિસ ઓસ્ટ્રેલિયા અને બ્રલિજિયન ખેલાડી લેમનને મળી આ ટૂર્નામેન્ટ શરુ કરી.