પેરિસ: જર્મનીનો યુવા ટેનિસ સ્ટાર એલેક્ઝાન્ડર ઝવેરેવની પ્રતિભા ગ્રાન્ડ સ્લેમની શરૂઆતના કોઈપણ લાંબા અને ગંભીર મેચ દરમિયાન ભાન ભુલાવી દે છે. બાદમાં તે આગળ વધવા માટે સંઘર્ષ કરતા જોવા મળે છે. પરંતુ આ વર્ષે તેણે પોતાની છબી બદલી છે.
તેમણે કહ્યું કે દરેક લોકો કહેતા રહે છે કે હું ગ્રાન્ડ સ્લેમમાં સારી કામગીરી કરતો નથી. મને લાગે છે કે હવે હું આ વર્ષે તેમને ખોટા સાબિત કરી રહ્યો છું. ખેલાડીએ વધુમાં કહ્યું, "મને લાગે છે કે આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન બાદ આવું થયું છે કે હું ગ્રાન્ડ સ્લેમ મેચોમાં શાંત રહ્યો છું."
નોંધપાત્ર વાત એ છે કે તે જાન્યુઆરીમાં મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયન ઓપનમાં પ્રથમ વખત સેમિફાઇનલમાં પહોંચ્યો હતો. તે પછી તે ગયા મહિને યોજાયેલા યુએ ઓપનની ફાઇનલમાં પહોંચ્યો હતો,પરંતુ તે ડોમિનિક થીમ હેઠળ હારી ગયો હતો. બંને વચ્ચે નિકટની લડત હતી, જેમાં પાંચમો સેટ ટાઇ-બ્રેકર તરીકે રમ્યો હતો.
23 વર્ષીય ઝવેરેવે કહ્યું, "હા, ગ્રાન્ડ સ્લેમની વાત કરવામાં આવે ત્યારે હું લગભગ ત્રીજો શ્રેષ્ઠ ખેલાડી છું. હવે મારી આગળ નોવાક જોકોવિચ અને ડોમિનિક થીમ છે. હું સ્પષ્ટ રીતે જીતવા માંગુ છું, એક કે તેથી વધુ."
તેમણે આગળ કહ્યું, "ન્યુ યોર્કમાં બે મેચમાં મે બે પોઈન્ટ ગુમાવ્યા. તે સ્પષ્ટ રીતે નિરાશાજનક હતું, પણ હું જાણું છું કે હું કેટલો નજીક હતો."
ઝવેરેવે ક્લે કોર્ટ પર ફ્રેન્ચ ઓપનની આ વર્ષની પહેલી મેચ વિશ્વના 91 નંબરના ખેલાડી ડેનિસ નોવાકની સાથે રમી હતી. તેણે બહુ રોમાંચક શરુઆત કરી કેમ કે પહેલો સેટ ઝવેરેવ હારી ગયા હતા.
ત્યારબાદ 2018 અને 2019 ની ક્વાર્ટર ફાઇનલમાં ઝવેરેવે ડેનિસને 7-5, 6-2, 6-4થી હરાવ્યો.