- પાકિસ્તાનની સતત જીત બાદ શોએબ મલિકે આપ્યું નિવેદન
- પાકિસ્તાને ભારતને દસ વિકેટથી હરાવીને ખુબ સારી શરૂઆત કરી હતી
- નામિબિયાને હરાવીને પાક ટીમ સેમિફાઇનલમાં પહોંચી જશે
અબુ ધાબી : પાકિસ્તાનના વરિષ્ઠ બેટ્સમેન શોએબ મલિકે સોમવારે કહ્યું હતું કે, T20 વર્લ્ડ કપમાં સોમવારે તેમની શરૂઆતની મેચમાં ભારત સામેની ધમાકેદાર જીત બાદ તેમની ટીમને વધુ વેગ મળ્યો છે. પાકિસ્તાનની ભારત સામે દસ વિકેટથી જીત બાદ ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનને પણ હરાવ્યું હતું. ત્યારે મંગળવારે નામિબિયાને હરાવીને ટીમ સેમિફાઇનલમાં પહોંચી જશે.
ટૂર્નામેન્ટની શરૂઆત મોટી ટીમ સામે
મલિકે મેચ પૂર્વેની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, "સાચું કહું તો, જ્યારે ટૂર્નામેન્ટની શરૂઆત મોટી ટીમ સામે થાય છે અને તમે તે મેચ જીતો છો, ત્યારે ડ્રેસિંગ રૂમમાં બધું બરાબર થાય છે." તેણે વધુમાં કહ્યું કે, "અમને પણ વેગ મળ્યો છે. પ્રથમ મેચમાં દરેક ટીમ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને વેગ મેળવવાના ઈરાદા સાથે આવે છે."
ખેલાડીઓએ જે રીતે દબાણને હેન્ડલ કર્યું: મલિક
છેલ્લા 15 વર્ષથી પાકિસ્તાન માટે 119 T20 રમી ચૂકેલા મલિકે કહ્યું કે, ખેલાડીઓએ જે રીતે દબાણને હેન્ડલ કર્યું છે, તે પ્રશંસનીય છે. પાકિસ્તાનની ટીમને આ રીતે સારું પ્રદર્શન કરતી જોવી એ મારા માટે સૌથી મોટી વાત છે. દરેક વ્યક્તિ એકબીજાને મદદ કરે છે. તે એક ટીમ સ્પોર્ટ છે અને આ મદદની જરૂર હોય છે."
આ પણ વાંચો: