- ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) જનારા ખેલાડીઓ માટે દિશા નિર્દેશ જાહેર
- ઓલિમ્પિકમાં (Tokyo Olympics) ભાગ લેનારા ખેલાડીઓએ પહેરી રાખવું પડશે માસ્ક
- ઓલિમ્પિકમાં (Tokyo Olympics) મેડલ વિતરણ સમારોહમાં (Medal distribution ceremony) ગૃપ ફોટો નહીં લઈ શકાય
ન્યૂઝ ડેસ્કઃ 23 જુલાઈએ શરૂ થનારી ટોક્યો ઓલિમ્પિકને (Tokyo Olympics) હવે ગણતરીના દિવસે બાકી છે. તો બીજી તરફ જાપાનમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. તેવામાં ખેલાડીઓ માટે દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓએ હવે માસ્ક પહેરી રાખવું પડશે. તો ઓલિમ્પિકમાં મેડલ વિતરણ સમારોહ (Medal distribution ceremony)માં ગૃપ ફોટો પણ નહીં લઈ શકાય. આયોજકો પણ ખેલાડીઓને લઈને તમામ પ્રકારની તૈયારીમાં લાગ્યા છે. ઓલિમ્પિકમાં પોડીયમ પર હંમેશા ખેલાડીઓએ માસ્ક પહેરી રાખવું પડશે.
આ પણ વાંચો- Gujarati Women In Olympic: મુખ્યપ્રધાને મહિલા ખેલાડીઓ માટે જાહેર કર્યું 10 લાખનું ઇનામ
ટોક્યો ઓલિમ્પિકમાં આરોગ્ય નિયમોના સન્માનમાં અનેક ફેરફાર કરાયા
નવા દિશા-નિર્દેશ અનુસાર, ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા અને ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ વિજેતા વચ્ચે સામાજિક અંતર (Social Distance) માટે પોડિયમ પર વધારે જગ્યાની વ્યવસ્થા કરવામાં આવશે. IOCએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તમામ પ્રસ્તુતકર્તાઓનું કોરોના રસીકરણ (Corona Vaccination) થશે અને દરેક સ્પર્ધા દરમિયાન માત્ર IOC સભ્ય અને એક આંતરરાષ્ટ્રીય ફેડરેશનના પ્રતિનિધિ ઉપસ્થિત રહેશે. ટોક્યો 2020 આરોગ્ય નિયમોના સન્માનમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે.
ખેલાડીઓએ જાતે મેડલ પહેરવો પડશે
IOCના અધ્યક્ષ થોમસ બાકે બુધવારે કહ્યું હતું કે, ટોક્યો ઓલિમ્પિક દરમિયાન કોરોના વાઈરસને ફેલાવવાથી રોકવા માટે ખેલાડીઓએ જાતે જ ગળામાં મેડલ પહેરવો પડશે.