ETV Bharat / sports

કેન્દ્રિય રમત પ્રધાને ટોક્યો ઓલિમ્પિક માટે ભારતીય એથેલિટ્સની તૈયારીની સમીક્ષા કરી

ટોક્યો ઓલિમ્પિકને હવે 3-4 મહિનાનો સમય બાકી છે ત્યારે કેન્દ્રિય રમત પ્રધાન કિરણ રિજિજુએ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) અને રાષ્ટ્રીય રમત એસોસિએશનના ઉચ્ચ અધિકારીઓની સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં ખેલાડીઓની તૈયારી અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. બુધવારે યોજાયેલી આ બેઠકમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SIA)ના ઉચ્ચ અધિકારીઓ, IOA અધ્યક્ષ નરિન્દર બત્રા, મહાસચિવ રાજીવ મહેતા અને ભારતીય એથ્લેટિક્સ એસોસિએશનના પ્રમુખ આદિલે સુમારિવાલાએ ભાગ લીધો હતો.

કેન્દ્રિય રમત પ્રધાને ટોક્યો ઓલિમ્પિક માટે ભારતીય એથેલિટ્સની તૈયારીની સમીક્ષા કરી
કેન્દ્રિય રમત પ્રધાને ટોક્યો ઓલિમ્પિક માટે ભારતીય એથેલિટ્સની તૈયારીની સમીક્ષા કરી
author img

By

Published : Apr 2, 2021, 10:18 AM IST

Updated : Apr 2, 2021, 3:46 PM IST

  • ટોક્યો ઓલિમ્પિક 23 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી યોજાશે
  • કેન્દ્રિય રમત પ્રધાને ખેલાડીઓની તૈયારીની કરી સમીક્ષા
  • ક્વોલિફાય કરનારા ખેલાડીઓને કરાશે પ્રોત્સાહિત

આ પણ વાંચોઃ ઇશાંત શર્મા ઓછામાં ઓછી 150 ટેસ્ટ રમે: અમિત મિશ્રા

નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિક માટે હવે 3થી 4 મહિનાનો સમય જ બાકી છે ત્યારે ભારતીય એથેલિટ્સ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે મહેનત સાથે તૈયારી કરી રહ્યા છે. ભારતીય એથેલિટ્સની તૈયારી અંગે કેન્દ્રિય રમત પ્રધાન કિરણ રિજિજુએ એક સમીક્ષા બેઠક યોજી હતી. બુધવારે યોજાયેલી આ બેઠકમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SIA)ના ઉચ્ચ અધિકારીઓ, IOA અધ્યક્ષ નરિન્દર બત્રા, મહાસચિવ રાજીવ મહેતા અને ભારતીય એથ્લેટિક્સ એસોસિએશનના પ્રમુખ આદિલે સુમારિવાલાએ ભાગ લીધો હતો.

આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના નવ શહેરોમાં યોજાશે વિમેન્સ વર્લ્ડ કપ મેચ

ટોક્યો ઓલિમ્પિક માટે ક્વાલિફાય કરનારા ખેલાડીઓનો વીડિયો બનાવાશે

કિરણ રિજિજુએ આ અંગે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, અધિકારીઓ અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના અધ્યક્ષ નરિન્દર બત્રા, મહાસચિવ રાજીવ મહેતા અને અન્ય સભ્યોની સાથે SAI મુખ્ય કાર્યાલયમાં ઓલિમ્પિકની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. ટોક્યો ઓલિમ્પિક માટે ક્વાલિફાય કરનારા ખેલાડીઓનો સંક્ષિપ્ત અને આકર્ષક વીડિયો બનાવવામાં આવશે. ટોક્યો ઓલિમ્પિક 23 જુલાઈથી 8 ઓગસ્ટ વચ્ચે યોજાશે. સૂત્રોના જણાવ્યાનુસાર, ઓલિમ્પિક માટે ભારતીય ખેલાડીઓને કોવિડ-19ની વેક્સિન લગાવવા અંગે કોઈ ચર્ચા નથી કરાઈ.

Last Updated : Apr 2, 2021, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.