ETV Bharat / sports

વુશુમાં સબ જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશીપનો પ્રારંભ - RTPCR ટેસ્ટ કરાવવો ફરજિયાત

રાંચીના મેગા સ્પોર્ટસ કૉમ્પલેક્સમાં 20મી સબ જુનિયર રાષ્ટ્રીય વુશુ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે. તે ચેમ્પિયનશીપ 25 માર્ચ સુધી ચાલશે. કોવિડ-19 ગાઇડલાઇનનું પણ પાલન સાથએ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સબ જુનિયર રાષ્ટ્રીય વુશુ ચેમ્પિયનશીપનું આયોજન

author img

By

Published : Mar 22, 2021, 10:37 AM IST

  • મેગા સ્પોર્ટસ કૉમ્પલેક્સમાં સબ જુનિયર રાષ્ટ્રીય વુશુ ચેમ્પિયનશિપનું આયોજન
  • 21થી 25 માર્ચ દરમિયાન 20મી સબ જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ ચાલશે
  • વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 900 જેટલા ખેલાડીઓ અને અધિકારીઓ ભાગ લેશે

રાંચી : ઝારખંડની રાજધાની રાંચીના મેગા સ્પોર્ટસ કૉમ્પલેક્સમાં 21થી 25 માર્ચ દરમિયાન 20મી સબ જુનિયર રાષ્ટ્રીય વુશુ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 900 જેટલા ખેલાડીઓ અને અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. આ રાષ્ટ્રીય વુશુ ચેમ્પિયનશીપનું રવિવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિવિધ સહભાગીઓ દ્વારા ડેમોસ્ટ્રેસન બતાવવામાં આવ્યું હતું.

ખેલાડી અને અધિકારીઓ પોતાનો RTPCR ટેસ્ટ કરાવવો ફરજિયાત

આ ચેમ્પિયનશિપના સફળ સંગઠન માટે દેશભરમાંથી સાનસાઉ અને તાઉલુના લગભગ 70 અધિકારીઓ દેશભરમાંથી પહોંચ્યા છે. આ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાની તકનીકી અધિકારીઓ પણ આમાં ભાગ લઈ રહ્યા છે. વુશુ એસોસિએશન ઇંડિયાએ તેના તમામ એકમોને પહેલેથી જ સૂચના આપી દીધી હતી કે, દરેક ખેલાડી અને અધિકારીઓ પોતાનો RTPCR ટેસ્ટ કરાવીને જ ચેમ્પિયનશીપમાં ભાગ લેવો અને આ ચેમ્પિયનશિપ દરમિયાન કોવિડ -19ની ગાઇડલાઇનનું પણ પાલન કરવાનું રહેશે.

આ પણ વાંચો : વડોદરાની બે મહિલા મિક્સર માર્શલ આર્ટ્સની વિશ્વ સ્પર્ધામાં ભાગ લેશે

વુશુ એસોસિએશન ઓફ ઇંડિયાના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ બાજવા પણ જોડાયા

ખેલાડીઓના રોકાવવાની વ્યવસ્થા એથલેટિક્સ સ્ટેડિયમના ડોરમેટ્રીમાં કરવામાં આવી છે. વીઆઇપી ગેસ્ટ હાઉસના ફ્લેટમાં પણ તેમની રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ચેમ્પિયનશીપનું ઉદ્ઘાટન ખેલ ગામમાં આવેલા મેગા સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વુશુ એસોસિએશન ઓફ ઇંડિયાના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ બાજવા મુખ્યરુપે જોડાયા હતા. આ પ્રસંગે તેમણે ખેલાડીઓને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ સમય દરમિયાન, ખેલાડીઓએ વુશુથી જોડાયેલા કરતબ દેખાડ્યા હતા. તે જ સમયે ત્યાં ડેમોસ્ટ્રેશનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

સબ જુનિયર રાષ્ટ્રીય વુશુ ચેમ્પિયનશીપનું આયોજન

આ પણ વાંચો : પોરબંદરના યુવાનની એશિયાઈ થાઇ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પસંદગી

ખેલાડીઓમાં ઉત્સાહિત જોવા મળી રહ્યો હતો

પ્રથમ દિવસે કોઈ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું ન હતું. ખેલાડીઓ ખૂબ ઉત્સાહિત જોવા મળી રહ્યો હતો. આ સમયે, વુશુ એસોસિએશન ઓફ ઇંડિયાના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ બાજવાએ કહ્યું કે, આ રમત રાષ્ટ્રીય જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી બની છે. મોટાભાગના દેશો આ રમતને અપનાવી રહ્યા છે અને ભારતના વુશુ ખેલાડીઓ સતત વધુ સારું કામ કરી રહ્યા છે. ઘણા મેડલ્સનું નામ પણ વુશુ રાખવામાં આવ્યું છે. આ રમત અહીંના ખેલાડીઓને સારું ભવિષ્ય આપશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.