રમત વિભાગે રાષ્ટ્રીય રમત સંહિતાના ઉલ્લંઘન કરવા બદલ ભારતીય પેરાલિમ્પિક સમિતિ (પીસીઆઈ)ની માન્યતા રદ્દ કરી છે. પીસીઆઈએ પોતાના પ્રમુખ રાવ ઈન્દ્રજીત સિંહને પદભ્રષ્ટ કર્યા હતા, ત્યારબાદ રમતવિભાગે આ નિર્ણય લીધો છે. સોમવારે જાહેર કરેલા આદેશમાં રમત વિભાગે લખ્યું કે, પીસીઆઈનું ખરાબ સંચાલન સસ્પેન્શનનું કારણ છે.
![રમત પ્રધાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4403385_kk.jpg)
બહુમતથી દૂર કરાયેલા રાવ ઈન્દ્રજીતની રમત વિભાગને ફરિયાદ મળી હતી. આ ફરિયાદ અંગે મહાસંઘનો જવાબ સંતોષકારક ન જણાતા પીસીઆઈને ખરાબ સંચાલનના કારણે સસ્પેન્શન કરવામાં આવ્યું છે. રાવ ઈન્દ્રજીત કેન્દ્ર સરકારમાં રાજ્યપ્રધાન છે.
![રમત વિભાગનો પત્ર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4403385_t.jpg)
રમત વિભાગે કહ્યું કે, સોસાયટીઓના જિલ્લા રજીસ્ટ્રારની જાણકારીમાં લાવ્યા વગર પીસીઆઈના ઉપનિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. જે કર્ણાટક સોસાયરી અધિનિયમ 1960 અને નિયમ 1961ની વિરુદ્ધ છે. સરકારના મતે પીસીઆઈ સુશાસનની પ્રક્રિયા પર ચાલવામાં નિષ્ફળ રહ્યું છે અને પોતાના જ ચૂંટેલા પ્રમુખને હટાવી તેમણે રાષ્ટ્રીય રમત સંહિતા 2011 અને પોતાના જ બંધારણ વિરુદ્ધ નિર્ણય લીધો છે. આ માટે સરકારે આગામી આદેશ સુધી પીસીઆરનું નિલંબન કર્યું છે. પીસીઆઈને સંચાલન સાથે જોડાયેલા મુદ્દાઓને કારણે 2015માં સસ્પેશન કરાયું હતું અને તેને 2016માં ફરી માન્યતા મળી હતી.