બર્મિધમ: ભારતની અનુભવી મહિલા બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ શાનદાર પ્રદર્શન કરતા ઑલ ઈગ્લેન્ડ ઓપનના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.
![પી.વી સિંધુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/862808-pv-sindhu-reuters_1103newsroom_1583940240_59.jpg)
દુનિયાની છઠ્ઠા નંબરની ખેલાડી સિંધુએ મહિલા વર્ગમાં અમેરિકાની ઝાંગ બીવનને 21-14,21-17થી હાર આપી છે. સિંધુએ વર્લ્ડ નંબર-14 બીવનને 42 મિનટમાં હાર આપી છે.આ જીતની સાથે સિંધુએ બીવન વિરુદ્ધ તેમના કરિયર રિકૉર્ડ 6-4થી કર્યો છે. બીજા રાઉન્ડમાં સિંધુનો સમાનો કોરિયાની સુંગ જી હ્યૂન સામે હશે.
![પી.વી સિંધુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/copy-of-sakshi_1103newsroom_1583940240_1038.jpg)
મિક્સ ડબ્લસમાં પ્રણવ જેરી ચોપડા અને એન સિક્કી રેડ્ડીની જોડી ટોપ સીડ ચીની તાઈપે કેસી વેઈ જોગ અને યા કિયોગ હુઆંગની જોડી સામે 13-21, 21-11,17-21થી હારનો સામનો કરવો પડ્યો હતો.