શિવા થાપા (63 કિલોગ્રામ) અને પૂજા રાની (75 કિગ્રા)એ પોતાના વર્ગમાં મેચ જીતીને ટોક્યો ઓલેમ્પિક-2020 ટેસ્ટ ઈવેન્ટની ટૂર્નામેન્ટના ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. જ્યારે અન્ય ભારતીયને કાસ્ય મેડલથી જ સંતોષ માનવો પડ્યો છે. પુરુષ વર્ગમાં થાપાએ સેમીફાઈનલમાં જાપાનના ડ્યુસુકે નારીમેત્સુને પરાજિત કર્યો, જ્યારે મહિલા વિભાગમાં રાનીએ બ્રાઝિલની બીટ્રીઝ સોએરેસને હરાવીને ટાઇટલ જીત્યું.
બન્ને બોકસરોએ ટૂંકા ડ્રો બાદ અંતિમ ચાર તબક્કામાં પ્રવેશ કર્યો હતો. જરીનને જાપાનની સના કાવાનો સામે જ્યારે વાહલીમપૂઇયાને યુટો મોરીવાકી સામે હારનો સામનો કરવો પડ્યો હતો.