મેક્સિકો સિટીઃ રેસિંગ પોઈન્ટ ફોર્મૂલા 1 ટીમના ડ્રાઈવર સર્જિયો પેરેઝ કોરોના સંક્રમિત થયા છે. આ સાથે જ તે આ અઠવાડિયે યોજાનારા બ્રિટિશ ગ્રેન્ડ પ્રીમાં પણ ભાગ નહીં લઇ શકે.
પેરઝ અને તેમના થોડા રેસિંગ પોઈન્ટના સાથી સિલ્વરસ્ટોન ગ્રેન્ડ પ્રીમાં ભાગ લેવા અગાઉ કોરોનાનો ટેસ્ટ કરાવી ચુક્યા છે. આ સાથે જ તેમણે ખૂદને 1 અઠવાડિયા પહેલાં સેલ્ફ આઈસોલેટ કરી નાખ્યા હતા.
F1એ એક નિવેદનમાં કહ્યું કે, આજની જાહેરાત બાદ BWT રેસિંગ પોઈન્ટ ફોર્મૂલા 1 ટીમના સર્જિયો પેરેઝ કોરોનાથી સંક્રમિત થયા છે. FIA અને ફોર્મૂલા 1 હવે કોરોના સંક્રમિત છે.
F1એ વધુમાં જણાવ્યું કે, પેરેઝે સંબંધિત સાર્વજનિર આરોગ્ય કર્મચારીઓના નિર્દેશો અનુસાર પોતાને સેલ્ફ આઈસોલેટ કર્યા છે.
રેસિંગ પોઈન્ટે કહ્યું કે, જો આ મહિનાના સત્રની શરૂઆતથી જ એવા પ્રથમ ડ્રાઈવર છે, જે કોરોના સંક્રમિત આવ્યા છે. જો કે, તે શારીરિક રીકે સ્વસ્થ છે.
અમારું આગળનું પગલુ શું હશે, તે અમે આ અઠવાડિયામાં બ્રિટીશ ગ્રેન્ડ પ્રી અગાઉ જણાવશું.
સિલ્વરસ્ટોન સ્થિત સેસિંગ પોઈન્ટના એક પ્રવક્તાએ જણાવ્યું કે, પેરેઝે છેલ્લી વખત 19 જુલાઈના રોજ હંગરી સર્કિટનો ભાગ બન્યા હતા. ત્યારબાદ તે સર્કિટ આવ્યા નથી.
તેમણે કહ્યું કે, ટીમના સભ્યોનો એક નાનો સમૂહ, જે ડ્રાઈવરના સંપર્કમાં આવ્યો હતો, તે પણ સેલ્ફ-આઈસોલેટ છે.
ઉલ્લેખનીય છે કે, પેરેઝ કોરોના પોઝિટિવ આવેલા પ્રથમ ડ્રાઈવર છે.