દુબઈ: ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ મંગળવારે ડબલ્યુટીએ દુબઈ ડ્યુટી ફ્રી ચેમ્પિયનશિપના પ્રથમ રાઉન્ડમાં અમેરિકન પાર્ટનર મેડિસન કીઝ સામે સીધા સેટમાં પરાજય સાથે તેની શાનદાર કારકિર્દીનો અંત આણ્યો હતો. સાનિયા અને કીઝની જોડી બરાબર એક કલાક ચાલેલી મેચમાં રશિયાની વેરોનિકા કુડેરમેટોવા અને લ્યુડમિલા સેમસોનોવા સામે 4-6, 0-6થી હારી ગઈ હતી. વેરોનિકા સિંગલ્સમાં 11મા અને ડબલ્સમાં પાંચમા નંબર પર છે જ્યારે લ્યુડમિલા ડબલ્સમાં 13મા નંબર પર છે.
સાનિયા મિર્ઝાની કારકિર્દી: છત્રીસ વર્ષીય સાનિયા મિર્ઝા 2003માં ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું. સાનિયા મિર્ઝાએ તેની કારકિર્દીમાં છ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા હતા, જેમાં ત્રણ મહિલા ડબલ્સ અને આટલા મિક્સ ડબલ્સ ટાઇટલનો સમાવેશ થાય છે. વિમેન્સ ડબલ્સમાં, તેણે માર્ટિના હિંગિસ સાથે મળીને તેના ત્રણેય ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા. તેના ત્રણ મિશ્ર ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ખિતાબમાંથી, તેણે દેશબંધુ મહેશ ભૂપતિ (2009માં ઓસ્ટ્રેલિયન ઓપન અને 2012માં ફ્રેન્ચ ઓપન) સાથે બે જીત્યા. તેણે બ્રુનો સોરેસ સાથે યુએસ ઓપનનો ખિતાબ જીત્યો હતો.
-
Six-time major champion 🏆
— wta (@WTA) February 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Former doubles World No.1 🌟
Congrats on a fantastic career, @MirzaSania 💜#ThankYouSania pic.twitter.com/7mXdiu86dQ
">Six-time major champion 🏆
— wta (@WTA) February 21, 2023
Former doubles World No.1 🌟
Congrats on a fantastic career, @MirzaSania 💜#ThankYouSania pic.twitter.com/7mXdiu86dQSix-time major champion 🏆
— wta (@WTA) February 21, 2023
Former doubles World No.1 🌟
Congrats on a fantastic career, @MirzaSania 💜#ThankYouSania pic.twitter.com/7mXdiu86dQ
રસપ્રદ મુકાબલો: દુબઈ ઓપનમાં બંને ટીમોએ શરૂઆતમાં એકબીજાની સર્વિસ તોડી હતી જેના કારણે એક તબક્કે સ્કોર 4-4થી બરાબર થઈ ગયો હતો. જોકે આ પછી રશિયન જોડીએ સાનિયા અને કીઝની સર્વિસ તોડી અને પછી પોતાની સર્વિસ બચાવીને પ્રથમ સેટ જીતી લીધો. સાનિયા અને તેના પાર્ટનરએ બીજા સેટમાં શરૂઆતમાં તેમની સર્વિસ ગુમાવી દીધી હતી અને ત્યાર બાદ પુનરાગમન કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
આ પણ વાંચો Border Gavaskar Trophy: ટીમ ઈન્ડિયા બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2013ના ઈતિહાસનું કરી શકે છે પુનરાવર્તન
સાનિયા મિર્ઝાની સિદ્ધિઓ:
- છ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ
- 43 કારકિર્દી ટાઇટલ
- વિમેન્સ સિંગલ્સમાં ભૂતપૂર્વ વર્લ્ડ નંબર 27
- વિમેન્સ ડબલ્સમાં ભૂતપૂર્વ વર્લ્ડ નંબર 1
- મહિલા સિંગલ્સમાં ટોપ-100માં ભારતીય મહિલા
મળેલા પુરસ્કાર:
- અર્જુન એવોર્ડ (2004)
- WTA ન્યૂકમર ઓફ ધ યર (2005)
- પદ્મશ્રી (2006)
- મેજર ધ્યાનચંદ ખેલ રત્ન (2015)
- પદ્મ ભૂષણ (2016)
- NRI ઓફ ધ યર (2016)
આ પણ વાંચો Tata bags title rights for WPL: ટાટા ગ્રુપે IPL બાદ WPL ના રાઇટ્સ પણ મેળવ્યા
-
One final embrace 🫂@MirzaSania has played her final match, wrapping up her career in Dubai!#DDFTennis pic.twitter.com/miVNQYJGMJ
— wta (@WTA) February 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">One final embrace 🫂@MirzaSania has played her final match, wrapping up her career in Dubai!#DDFTennis pic.twitter.com/miVNQYJGMJ
— wta (@WTA) February 21, 2023One final embrace 🫂@MirzaSania has played her final match, wrapping up her career in Dubai!#DDFTennis pic.twitter.com/miVNQYJGMJ
— wta (@WTA) February 21, 2023One final embrace 🫂@MirzaSania has played her final match, wrapping up her career in Dubai!#DDFTennis pic.twitter.com/miVNQYJGMJ
— wta (@WTA) February 21, 2023One final embrace 🫂@MirzaSania has played her final match, wrapping up her career in Dubai!#DDFTennis pic.twitter.com/miVNQYJGMJ
— wta (@WTA) February 21, 2023
ઓસ્ટ્રેલિયન ઓપન 2023 નો મુકાબલો: સાનિયા મિર્ઝાને તેના છેલ્લા ગ્રાન્ડ સ્લેમમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. સાનિયા અને રોહન બોપન્ના મિક્સ ડબલ્સની જોડી ફાઇનલમાં 6-7, 6-2ના માર્જિનથી હારી ગયા હતા. તે મહિલા ડબલ્સમાં બીજા રાઉન્ડમાં બહાર ફેંકાઈ ગઈ હતી અને મિક્સ ડબલ્સમાં ફાઇનલમાં હારી ગઈ હતી. આ હાર સાથે સાનિયાનું વિજયી વિદાયનું સપનું ચકનાચૂર થઈ ગયું.