સિંગાપુરઃ કોરોના મહામારીના કારણે વિશ્વભરમાં તમામ રમતો હાલ સ્થગિત છે. ત્યારે બધા રમતવીરો આ મુશ્કેલ સમય પોતાના ઘરે રહી પસાર કરી રહ્યા છે. પરંતુ ભારતની સ્ટાર એથલિટ રિતુ ફોગાટ ઘરથી દૂર રહીને પોતાને વ્યસ્ત રાખવા પ્રયાસ કરી રહી છે.
![ઘરેથી દૂર રિતુ ફોગાટ સમય પસાર કરવા માટે પુસ્તકો વાંચી રહી છે. તેમજ મૂવીઝ જોઇ રહી છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6906834_rityu.jpg)
રિતુ અત્યારે સિંગાપુરમાં છે. અને તે ત્યાં જ રહીને પોતાને આ વૈશ્વિક લોકડાઉનમાં વ્યસ્ત અને ફિટ રાખવા પ્રયાસ કરી રહી છે. 25 વર્ષિય રિતુએ ગયા વર્ષે વન ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો, અને તેણે અહીં સારી રમત દર્શાવી સતત બે જીત મેળવી છે.
તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં ચાઇનાની વુ ચિયાઓ ચેનને હરીવી હતી. તે માનસિક શક્તિ માટે યોગનો આશરો લે છે. 2016 કોમનવેલ્થ ચેમ્પિયનશીપની ગોલ્ડ મેડલ વિજેતા રિતુએ કહ્યું કે "લોકડાઉન ચાલુ હોવાથી મારા માટે ઘરની બહાર જવું શક્ય નથી. આ જોતાં મેં મારા વર્કઆઉટ શાસનની સાથે સાથે મારા માટે એક શેડ્યુલ બનાવ્યું છે કે જેથી હું પોતે વ્યસ્ત અને ફિટ રહી શકુ.
![ઘરેથી દૂર રિતુ ફોગાટ સમય પસાર કરવા માટે પુસ્તકો વાંચી રહી છે. તેમજ મૂવીઝ જોઇ રહી છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6906834_ritu.jpg)
વધુમાં તેમણે જણાવ્યું કે "મેં મારા વર્કઆઉટના સમયપત્રકમાં ટ્રેડમિલ પર ચાલવું, વેઇટ લિફ્ટિંગ, બેગ પંચીગ અને દોરડાનો ઉપયોગ કરવાનો સમાવેશ કર્યો છે. તેમજ સાથો સાથ હું માનસિક શક્તિમાં વધારો કરવા માટે યોગનો પણ ઉપયોગ કરી રહી છું. તેમજ તેમણે કહ્યું કે ટ્રેનિંગ સિવાય મારી સામે જે પણ સમય હોય ત્યારે હુ મૂવીઝ જોઉં છું અને પુસ્તકો વાંચું છું. જો કે સામાન્ય રિતે મને સમય નથી મળતો પરંતુ લોકડાઉનના કારણે અત્યારે મારી પાસે સમય છે. એટલે હુ પુસ્તકો વાંચી રહી છું તેમજ મૂવીઝ જોઇ રહી છુ.
દિગ્ગજ કુશ્તી કોચ મહાવીર સિંહ ફોગાટની બેટી રિતુ ભારતની પ્રશમ મિશ્રિત માર્શલ આટ્સ વર્લ્ડ ચેમ્પિયન બનવા માગે છે. અને તે પોતાનું સપનું સાકાર કરવા માટે રાત-દિવસ મહેનત કરી રહી છે. જો કે તે માને છે કે આ પડકારજનક સમયમાં પરિવારથી દૂર રહેવું સહેલું નથી. તેમજ તેમણે કહ્યું કે મને મારા માતા દ્વારા બનાવેલ ભોજન જમવાની બહુ ઇચ્છા થાય છે. તેમજ હુ સમય પસાર કરવા માટે મારી બહેન સાથે ઓનલાઇન લુડો રમું છું.